બિહારમાં કોની બનશે સરકાર? NDA કે પછી RJD-કોંગ્રેસ ગઠબંધન; જાણો એક્ઝિટ પોલના દાવાઓ
બિહાર વિધાનસભા માટે બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. આ વખતે બિહાર ચૂંટણીમાં અગાઉના તમામ મત

બિહાર વિધાનસભા માટે બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. આ વખતે બિહાર ચૂંટણીમાં અગાઉના તમામ મતદાન રેકોર્ડ તૂટી ગયા છે. સાંજે 5 વાગ્યા સુધીમાં બીજા તબક્કામાં 67.14 ટકા મતદાન નોંધાયું છે. 2000ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મતદાન 62.57 ટકા હતું. 1998ની લોકસભા ચૂંટણીમાં 64.6 ટકા મતદાન થયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ મતદાન હતું. આ વખતે આ રેકોર્ડ તૂટી ગયો છે. પ્રથમ તબક્કામાં પણ 65 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં એનાથી પણ વોટિંગ વધ્યું છે.
MATRIZE-IANS એક્ઝિટ પોલ જાહેર થયો છે, જેમાં NDA ને 48 ટકા અને મહાગઠબંધનને 37 ટકા અને અન્યને 15 ટકા મત મળવાની સંભાવના દર્શાવી છે. બિહારમાં NDA ને 147-167 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધનને 70-90 બેઠકો મળવાનો અંદાજ છે. બીજેપીને 65-થી 73 સીટ જ્યારે જેડીયુને 67-75 સીટ મળશે. એલજેપીઆરને 7-9 સીટો મળવાનો અંદાજ છે. RJDને 53-58 સીટો મળશે જ્યારે કોંગ્રેસને 10થી12 સીટો મળશે. લેફ્ટને 9થી 14 સીટો મળવાનો એક્ઝીટ પોલનો અંદાજ છે.
JVC એક્ઝિટ પોલ પણ NDA માટે જંગી વિજયનો અંદાજ છે. NDA ને 135થી150 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધનને 88-103 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્યોને 3-6 બેઠકો મળવાનો અંદાજ છે.
ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ એનડીએને 130-138 સીટો જ્યારે મહાગઠબંધનને 100-108 સીટો પર બહુમતિ મળવાનો અંદાજ છે.
પોલ ડાયરી મુજબ એનડીએને 184-209 સીટો અને મહાગઠબંધનને 32-49 સીટો પર બહુમતિનું વલણ જોવા મળશે.
પ્રજા પોલ એનાલિટિક્સ મુજબ એનડીએને 186 સીટો અને મહાગઠબંધનને 68થી 80 સીટો પર બહુમતિ મળવાનો અંદાજ છે. જ્યારે અન્યને 5-7 સીટો મળશે.
પોલ ઓફ પોલ્સના એક્ઝિટ પોલનો દાવો છે કે NDA 138 થી 155 બેઠકો જીતી શકે છે, જ્યારે મહાગઠબંધન 82 થી 98 બેઠકો પર સંતોષ માની શકે છે. વધુમાં, જન સૂરજ પોતાનું ખાતું ખોલી શકે છે, પરંતુ તેને બેથી વધુ બેઠકો મળવાનો અંદાજ નથી. અન્ય ત્રણથી સાત બેઠકો જીતી શકે છે.
બિહારમાં આ વખતે ચૂંટણીમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ- NDA અને તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના વિપક્ષી મહાગઠબંધન વચ્ચે છે. પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી આ મુકાબલાને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં કુલ 243 બેઠકો છે, અને બહુમતીનો આંકડો 122 છે.








