Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lalu Yadav's big statement about Nitish Kumar amidst Bihar elections

'હું નીતિશ કુમારના સંપર્કમાં...', બિહાર ચૂંટણી વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'હું નીતિશ કુમારના સંપર્કમાં...', બિહાર ચૂંટણી વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રવિવારે પ્રચાર પડઘમ શાંત થયા છે. મંગળવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ પહેલા RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે એક મોટી વાત કરી છે. 

App Store

લાલુ પ્રસાદ યાદવનો મોટો દાવો

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ વખતે બિહારમાં ચૂંટણીનો મુખ્ય મુદ્દો બેરોજગારી છે. જો તેમની પાર્ટીની સરકાર બને છે તો તે રાજ્યમાંથી બેરોજગારી દૂર કરશે. પત્ની રાબડી દેવીની સરકારી આવાસ પટણા સ્થિત 10 સર્કુલર રોડ પર તેમણે આ વાતચીત કરી હતી. સ્વાસ્થ્યના કારણોસર વિધાનસભા ચૂંટણીના પ્રચારથી દૂર રહેલા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ વખતે તેમની પાર્ટી નીતિશ કુમારને સત્તા પરથી હટાવશે.

નીતિશ કુમાર સાથે શું RJD ફરી ગઠબંધન કરશે?

નીતિશ કુમાર સાથે ફરી ગઠબંધનની સંભાવના સાથે જોડાયેલા એક સવાલ પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, હવે અમે નીતિશ કુમારને સ્વીકાર નહીં કરીયે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, અમે નીતિશ કુમારના સંપર્કમાં નથી.

નીતિશ કુમાર જ NDAના મુખ્યમંત્રી બનશે

 કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે NDA નીતિશ કુમારના નેતૃત્ત્વમાં ચૂંટણી લડી રહ્યું છે પરંતુ મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા પસંદ કરવામાં આવશે. આ નિવેદન બાદ નીતિશ કેમ્પમાં સોપો પડી ગયો હતો અને NDAના નેતાઓએ સ્પષ્ટતા કરવી પડી કે ગઠબંધનની જીત પર નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. બિહારના વિકાસ કામોનો ઉલ્લેખ કરતા લાલુના 'જંગલ રાજ' પર પ્રહાર કર્યા હતા પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે આ સવાલ હજુ પણ ઉભો જ છે.