Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RJD accuses Election Commission and PM Modi

'દેશનો સૌથી મોટો 'વોટ ઠગ' પ્રચારની આડમાં બિહારમાં ધામા નાખીને બેઠો છે', RJDએ લગાવ્યા આરોપ

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'દેશનો સૌથી મોટો 'વોટ ઠગ' પ્રચારની આડમાં બિહારમાં ધામા નાખીને બેઠો છે', RJDએ લગાવ્યા આરોપ
સોર્સ : AI

આરજેડીએ ચૂંટણી પંચને  ચોર આયોગ કરીને સખ્ત સવાલો કર્યા છે. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ બધું લોકશાહીના ચોરો અને લૂંટારાઓ  કે જેણે બહારથી આવીને બિહારમાં ધામાં નાંખ્યા છે. તેમના ઈશારે થઈ રહ્યું છે. RJDએ મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ પાસેથી તાત્કાલિક જવાબ અને સ્પષ્ટતાની માંગ કરી છે.

App Store

હાજીપુરમાં સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ જોવા મળ્યા
થોડા કલાકો પહેલા જ આરજેડીએ બીજો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વૈશાલી જિલ્લાના હાજીપુરમાં સ્થિત સ્ટ્રોંગ રૂમમાં વિવિધ વિધાનસભા મતવિસ્તારોના સીસીટીવી કેમેરા એક પછી એક બંધ કરવામાં આવ્યા હતા. આરજેડીએ કહ્યું હતું કે રાત્રે મધ્યમાં સ્ટ્રોંગ રૂમમાં પિકઅપ વાન પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. ચૂંટણી પંચે આનો જવાબ આપવો જોઈએ.
 
https://x.com/RJDforIndia/status/1986891707020087810

RJDએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, દેશનો સૌથી મોટો વોટ ઠગ ઘણા દિવસોથી પ્રચારના આડમાં બિહારમાં ધામા નાખીને બેઠો છે. ચૂંટણી પંચના અધિકારીઓ તેને તેની હોટલમાં રિપોર્ટ કરે છે. દિલ્હીથી સૌથી મોટો ઠગ આવીને ગોદી મીડિયાની મદદથી લોકોનું ધ્યાન ભટકાવવા બકવાસ કરે છે. પરંતુ આ વખતે બિહાર આ બે બહારના લોકો તેને સખત પાઠ ભણાવશે. આ બે બહારના લોકો ગણતંત્રનની જનની બિહારથી જ લોકતંત્રને ખતમ કરવા માગે છે. બિહારીઓ આવું ક્યારેય નહીં થવા દે.