મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોણ છે વિજય નાયર, જે આતિશી અને સૌરભ ભારદ્વાજને કરતો હતો રિપોર્ટ, કેજરીવાલે કોર્ટમાં લીધુ નામ

દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલ સુધી ત

કોણ છે વિજય નાયર, જે આતિશી અને સૌરભ ભારદ્વાજને કરતો હતો રિપોર્ટ, કેજરીવાલે કોર્ટમાં લીધુ નામ

દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલ સુધી તિહાડ જેલમાં રહેશે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે તેમણે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા 10 દિવસ સુધી કેજરીવાલ EDની કસ્ટડીમાં હતા.

કેજરીવાલને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહયોગ કરતા નથી.

આ દરમિયાન EDએ દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે વિજય નાયર તેમણે નહીં પણ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. EDએ જ્યારે આ વાત કોર્ટને જણાવી ત્યારે કેજરીવાલે આ વાતનું ખંડન પણ કર્યું નહતું. આ પ્રથમ વખત છે જ્યારે કોર્ટમાં આ ઘટનામાં બે મંત્રીનું નામ લેવામાં આવ્યું છે.

AAPના બે મંત્રીની વધી શકે છે મુશ્કેલી

માનવામાં આવે છે કે હવે લિકર કૌભાંડમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ ફસાઇ શકે છે. અત્યાર સુધી આ કથિત કૌભાંડમાં તેમના નામ સામે આવ્યા નહતા.

વિજય નાયર તે લોકોમાં સામેલ છે જેની લીકર કૌભાંડમાં સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી. CBIએ વિજય નાયરને મનીષ સિસોદિયાની નજીક ગણાવ્યો હતો.

કોણ છે વિજય નાયર?

વિજય નાયર કેટલાક વર્ષ સુધી આમ આદમી પાર્ટી (AAP)નો કોમ્યુનિકેશન પ્રભારી રહ્યો છે. તે એન્ટરટેઇનમેન્ટ જગતમાં જાણીતું નામ છે. ન્યૂઝ એજન્સી અનુસાર, નાયરે ઇંડી બેન્ડ્સ (Indie bands) માટે મેનેજમેન્ટ કંપની OML શરૂ કરી હતી. બાદમાં તેમણે સ્ટેન્ડઅપ કોમેડી અને લાઇવ મ્યુઝિક શો પર ફોકસ કર્યો. OML એટલે ઓનલી મચ લાઉડર. આ એન્ટરટેઇનમેન્ટ અને ઇવેન્ટ મીડિયા કંપની છે. વિજય નાયર તેનો CEO અને ડાયરેક્ટર પણ રહ્યો છે.

કેટલીક કંપનીઓ સાથે જોડાયેલો હતો વિજય નાયર

ઓનલી મચ લાઉડર સિવાય વિજય નાયર અન્ય પણ કેટલીક કંપનીઓ સાથે જોડાયેલો હતો, જેમાં બેબલફીશ અને મદરસ્વેયર જેવી કંપનીઓ સામેલ છે. આ સિવાય તે વીયરડસ કોમેડી, મોટરમાઉથ રાઇટર્સ અને રેબેલિયન મેનેજમેન્ટ જેવી ઓનલાઇન ગેમિંગ, બેટિંગ અને કોમેડી શોની કંપનીઓ સાથે જોડાયેલો રહ્યો છે.

2014 સુધી વિજય નાયર લગભગ 1 કરોડ ડૉલરનું સામ્રાજ્ય સંભાળતો હતો. નાયર ફૉર્ચ્યૂન ઇન્ડિયાની 40 અંડર 40 લિસ્ટમાં પણ આવી ચુક્યો છે.

જ્યારે યૌન શોષણના લાગ્યા હતા આરોપ

2018માં વિજય નાયરનું નામ વિવાદમાં ત્યારે આવ્યું જ્યારે #MeToo કેમ્પેઇન હેઠળ તેના પર આરોપ લાગ્યા હતા. જોકે, કંપનીએ આ આરોપોને ફગાવી દીધા હતા.

2018માં એક મીડિયા હાઉસમાં રિપોર્ટ છપાયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો કે વિજય નાયરે ઓનલી મચ લાઉડરમાં કામ કરનારી મહિલા કર્મચારી માટે અસુરક્ષિત માહોલ બનાવ્યો હતો અને પોતાના પદનો દૂરઉપયોગ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, વિજય નાયરે કથિત રીતે એક મહિલાને બાથટબમાં આવવા કહ્યું હતું. એક અન્ય મહિલા કર્મચારીને તેને રાત્રે 2 વાગ્યે માલિશ કરવા કહ્યું હતું.

આ સમાચાર શેર કરો