'10 ટકા આદિવાસી ક્યાં ગાયબ થઇ ગયા?', લોકસભામાં ભાજપના સાંસદે મુસ્લિમ વસ્તી વધવા પર શું કહ્યું?
સંસદમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણના રજૂ કરવામાં આવેલા બજેટ પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન

સંસદમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણના રજૂ કરવામાં આવેલા બજેટ પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન લોકસભામાં ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભાજપના સાંસદે કહ્યું કે, આજે બાંગ્લાદેશથી ઝારખંડમાં સતત ઘૂષણખોરી થઇ રહી છે, જે આદિવાસી મહિલાઓ બાંગ્લાદેશી ઘૂષણખોરો સાથે લગ્ન કરી રહી છે, જેનાથી મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. ભાજપના સાંસદે કહ્યું કે, મારી એક વાત ખોટી છે તો હું સદનમાંથી રાજીનામું આપવા તૈયાર છું.
ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ કહ્યું કે, હું સંથાલ પરગણામાંથી આવું છું. વર્ષ 2000માં આદિવાસીઓની જનસંખ્યા સંથાલ પરગણામાં 36 ટકા હતી અને આજે 26 ટકા રહી ગઇ છે. એવામાં 10 ટકા આદિવાસી ક્યાં ગાયબ થઇ ગયા? તેના વિશે આ સદન ક્યારેય પણ ચિંતાની વાત કરતું નથી. આ માત્ર વોટ બેન્કની રાજનીતિ કરે છે. સાંસદે કહ્યું કે અમારે ત્યાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે, તેમ છતાં એક્શન લેવામાં આવતું નથી.
બાંગ્લાદેશની ઘૂષણખોરી ઝારખંડમાં સતત વધી રહી છે
ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ કહ્યું કે આજે બાંગ્લાદેશમાંથી ઝારખંડમાં સતત ઘૂષણખોરી થઇ રહી છે, જે આદિવાસી મહિલાઓ બાંગ્લાદેશી ઘૂષણખોરો સાથે લગ્ન કરી રહી છે. તે પછી હિન્દૂ હોય કે મુસ્લિમ. તે અમારે ત્યાંથી મહિલા આદિવાસી કોટામાંથી લોકસભાની ચૂંટણી લડે છે. જ્યારે તેમના પતિ મુસ્લિમ છે. ભાજપના સાંસદે કહ્યું કે, અમારે ત્યા જિલ્લા પરિષદના જે અધ્યક્ષ છે તેમના પતિ પણ મુસ્લિમ છે. એવામાં ઝારખંડમાં કૂલ 100 આદિવાસી પ્રમુખ છે જે આદિવાસીના નામ પર છે અને તેમના પતિ મુસ્લિમ છે.
267 બૂથો પર 117 ટકા મુસ્લિમોની વસ્તી વધી
ભાજપના સાંસદે કહ્યું કે, દર 5 વર્ષમાં 15થી 17 ટકા જનસંખ્યા વધે છે. સાંસદે કહ્યું કે, મધુપુર વિધાનસભામાં 267 બૂથો પર 117 ટકા મુસ્લિમોની વસ્તી વધી ગઇ છે. એવામાં ઝારખંડમાં ઓછામાં ઓછી 25 વિધાનસભા બેઠક એવી છે જ્યા 123 બેઠકમાંથી 110 પર વસ્તી વધી છે. આ એક ચિંતાનો વિષય છે.
ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ કહ્યું કે, ઝારખંડના પાકુડ જિલ્લામાં તારાનગર ઇલામી અને ડાપાડામાં રમખાણ થયા હતા. તે એટલા માટે થયા કારણ કે બંગાળથી મમતા બેનરજીની પોલીસ અને ત્યાના લોકો માલદા અને મુર્શિદાબાદથી આવીને અમારા લોકોને ભગાવી રહ્યાં છે, જેનાથી હિન્દૂઓના ગામ ખાલી થઇ રહ્યાં છે. ઝારખંડની પોલીસ પણ કઇ કરતી નથી. આ ચિંતાનો વિષય છે. સાંસદે કહ્યું કે, જો મારી એક વાત ખોટી છે તો હું સદનમાંથી રાજીનામું આપવા તૈયાર છું.
મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે- નિશિકાંત દુબે
ભાજપના સાંસદે લોકસભામાં કહ્યું કે ઝારખંડ હાઇકોર્ટનો 22 જુલાઇનો ઓર્ડર છે જેમાં કોર્ટે કહ્યું કે મુસ્લિમોની વસ્તી વધી રહી છે. એવામાં ભારત સરકારે હસ્તક્ષેપ કરવો જોઇએ. મારી માંગ છે કે કિશનગંજ અરરિયા, કટિયાર, માલદા, મુર્શિદાબાદ અને સંથાલ પરગણા છે, તેને ભારત સરકાર યૂનિયન ટેરિટરી બનાવે નહીં તો હિન્દૂ ખાલી થઇ જશે. સાથે જ અહીં NRC લાગુ કરો અને સંસદની કમિટીને મોકલીને તપાસ કરો.








