મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં વિનોદ તાવડે પર નોટ ફોર વોટનો આરોપ લગાવનારા હિતેન્દ્ર ઠાકુરનું શું થયું? ચૂંટણી જીત્યા કે હાર્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા વસઇ-વિરારમાં

મહારાષ્ટ્રમાં વિનોદ તાવડે પર નોટ ફોર વોટનો આરોપ લગાવનારા હિતેન્દ્ર ઠાકુરનું શું થયું? ચૂંટણી જીત્યા કે હાર્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા વસઇ-વિરારમાં ભાજપના નેતા વિનોદ તાવડે પર નોટ ફોર વોટનો આરોપ લાગ્યો હતો. આ આરોપ બહુજન વિકાસ અઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે લગાવ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની મહાયુતિ સરકારને બહુમત મળ્યો છે. વસઇ-વિરારમાં ભાજપની જીત થઇ છે.

વસઇ-વિરારમાં ભાજપના ઉમેદવાર જીત્યા

વસઇ વિરારમાં ભાજપના સ્નેહા દુબે પંડિતનો 3153 મતે વિજય થયો છે. સ્નેહા દુબેને 77553 મત મળ્યા હતા જ્યારે બહુજન વિકાસ અઘાડીના હિતેન્દ્ર ઠાકુરને 74400 મત મળ્યા હતા. સ્નેહા પંડિતે હિતેન્દ્ર ઠાકુરને હરાવ્યા છે.આ બેઠક પર કોંગ્રેસ ત્રીજા નંબર પર રહી હતી. કોંગ્રેસના વિજય પાટિલને 62324 મત મળ્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? ફડણવીસ કે શિંદે RSSની પ્રથમ પસંદ કોણ

શું હતી ઘટના?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા નાલાસોપારામાં રાજકારણ ગરમાયું હતું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર વોટના બદલે પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપ બહુજન વિકાસ અઘાડી (VBA)ના કાર્યકર્તાઓએ લગાવ્યો હતો. કાર્યકર્તાઓએ હોટલની બહાર હંગામો કર્યો હતો જ્યાં વિનોદ તાવડે બેઠક કરતા હતા. બહુજન વિકાસ અઘાડીના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુર અને ક્ષિતિજ ઠાકુરના નેતૃત્ત્વમાં કાર્યકર્તાઓએ ભાજપ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે હોટલની તપાસ કરી હતી અને 9.93 લાખ રૂપિયા કેસ અને કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા હતા. ચૂંટણી પંચે પણ BVAની ફરિયાદ પર કાર્યવાહી કરતા વિનોદ તાવડે પર ફરિયાદ નોંધી હતી.

આ સમાચાર શેર કરો