મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? ફડણવીસ કે શિંદે RSSની પ્રથમ પસંદ કોણ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? ફડણવીસ કે શિંદે RSSની પ્રથમ પસંદ કોણ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. 288 સભ્યોની વિધાનસભામાં 230 બેઠક પર જીત મેળવી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી (MVA)ને માત્ર 46 બેઠક જ મળી છે. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ભાજપે 132 બેઠક જીતી છે, શિંદેની શિવસેનાએ 57 બેઠક જ્યારે અજિત પવારની NCPએ 41 બેઠક જીતી છે.

મહારાષ્ટ્રમાં સરકાર રચવા કવાયત

મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ સરકાર રચવાની કવાયત શરૂ થઇ ગઇ છે. મહાયુતિ ગઠબંધનના ધારાસભ્યોની બેઠક મળી શકે છે જેમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

MVAમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર) ના ઉમેદવારોએ 10 બેઠક જીતી છે, કોંગ્રેસે 16 બેઠક જીતી છે જ્યારે શિવસેના (ઉદ્ધવ)એ 20 બેઠક જીતી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક જીતી છે જ્યા તેના ઉમેદવાર રવીન્દ્ર ચવ્હાણે ભાજપના સંતૂકરાવ હમ્બર્ડેને 1457 મતથી હરાવ્યા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર જીત મેળવી છે.

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી?

ભાજપ ફરી એક વખત પોતાનો મુખ્યમંત્રી બનાવવાની સ્થિતિમાં આવી ગઇ છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સૌથી પ્રબળ દાવેદાર છે. દેવેન્દ્ર ફડણવીસને જો રાષ્ટ્રીય સ્તરે કોઇ નવી જવાબદારી સોપવામાં આવે તો પછી પાર્ટી નવા OBC ચહેરા પર દાંવ રમી શકે છે.

દેવેન્દ્ર ફડણવીસ જ આ વખતે મુખ્યમંત્રીની ખુરશી પર બેઠે તો સવાલ ઉભો  થાય છે કે એકનાથ શિંદે શું આસાનીથી માની જશે? જવાબમાં આ પહેલા એમ જાણવું જરૂરી છે કે ભાજપમાં ફડણવીસ માટે મુખ્યમંત્રી પદની માંગ જોર પકડવા લાગી છે. ખુદ RSS પણ ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બને. સાથે જ અમિત શાહે પણ ચૂંટણી સભામાં પોતાના નિવેદનથી તેનો ઇશારો આપ્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષને વધુ એક ફટકો, 'વિપક્ષના નેતા'નું પદ ખાલી રહેશે

વાનખેડે સ્ટેડિયમમાં યોજાઇ શકે છે શપથ વિધિ

સૂત્રો અનુસાર 25 નવેમ્બર સુધી નવી મહાયુતિ સરકારના શપથ થઇ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધીનો જ છે. એવામાં આ પહેલા શપથગ્રહણ સમારંભ યોજાવાની સંભાવના છે. વાનખેડે સ્ટેડિયમમાં શપથગ્રહણ સમારંભનું આયોજન થઇ શકે છે.

આ સમાચાર શેર કરો