મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભાજપના સાંસદને પશ્ચિમ બંગાળનું સર્વોચ્ચ સન્માન', ચૂંટણી પહેલા મમતાનો મોટો દાવ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા 25 પ્રત

'ભાજપના સાંસદને પશ્ચિમ બંગાળનું સર્વોચ્ચ સન્માન', ચૂંટણી પહેલા મમતાનો મોટો દાવ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા 25 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રાજ્યના નાગરિક પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે શનિવારે કોલકાતાના દેશપ્રિયા પાર્ક ખાતે આયોજિત એક સમારોહમાં  આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. આ પુરસ્કારો કલા, સંસ્કૃતિ, સાહિત્ય, જાહેર વહીવટ અને જાહેર સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. દરેક વ્યક્તિને પ્રશસ્તિપત્રો અને સ્મૃતિચિહ્નો અર્પણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું, "હું તમારા બધા પ્રત્યે મારો સર્વોચ્ચ આદર વ્યક્ત કરું છું અને તમને અભિનંદન પાઠવું છું."

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ - મે મહિનામાં વિધાનસભાની આવનારી ચૂંટણીઓ પહેલા માતૃભાષા દિવસ નિમિત્તે આયોજિત સમારોહમાં રાજ્યનો સર્વોચ્ચ નાગરિક સન્માન, "બંગ વિભૂષણ" નગેન રોયને એનાયત કરવામાં આવ્યો હતો. જેઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે. ભાજપે તેમને 2023માં રાજ્યસભામાં મોકલ્યા છે. જેના લીધે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવી દઈએ કે નગેન રોયને તેમના સમુદાયમાં અનંત મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુરસ્કાર મમતા બેનર્જીએ પોતે અર્પણ કર્યો હતો,સાથે શાલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.

એવોર્ડ થકી રાજકીય સંદેશનો પ્રયાસ?

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે વિપક્ષી સાંસદનું સન્માન કરવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.કારણ કે નગેન રોય રાજવંશી સમુદાયના પ્રભાવશાળી નેતા છે, જે ઉત્તર બંગાળના રાજકારણમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. આ તે પ્રદેશ છે જ્યાં ભાજપે તાજેતરની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું છે અને તૃણમૂલ કોંગ્રેસે પડકારોનો સામનો કરવો પડ્યો છે.
 
સન્માન સમારોહમાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે, નગેન રોયનું આ સન્માન રાજવંશી ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટેના તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. અને આશા છે કે તેઓ સમાજ માટે કામ કરતા રહેશે. નગેન રોયે આ સન્માન પર આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે, તેમણે આની ક્યારેય કલ્પના કરી નહોતી. રાજનીતિક અટકળો વચ્ચે જ્યારે તેમને પાર્ટી બદલવા અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આવો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, તે કોઈ પાર્ટીમાં શામિલ થઈ રહ્યા નથી. અને રાજનીતિમાં તેમનો રસ મર્યાદિત છે. 

નગેન રોય ઘણાં સમયથી ગ્રેટર કૂચ બિહાર રાજ્યની માગથી જોડાયેલા રહ્યા છે અને રાજવંશી સમુદાયમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે. તૃણમૂલ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે નગેન રોયને આપેલું સન્માન ચુનાવી રણનીતિનો હિસ્સો જ છે.

આ સમાચાર શેર કરો