મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"બોમ્બથી ઉડાવી દઇશું સંસદ અને લાલ કિલ્લો" ખાલિસ્તાનીઓએ આપી ધમકી, સાંસદે લખ્યો ઉપરાષ્ટ્રપતિને પત્ર

ખાલિસ્તાનીઓ દ્વારા લાલ કિલ્લો અને સંસદને ઉડાવ

"બોમ્બથી ઉડાવી દઇશું સંસદ અને લાલ કિલ્લો" ખાલિસ્તાનીઓએ આપી ધમકી, સાંસદે લખ્યો ઉપરાષ્ટ્રપતિને પત્ર

ખાલિસ્તાનીઓ દ્વારા લાલ કિલ્લો અને સંસદને ઉડાવવાની ધમકી અપાઈ હોવાનો કેરળના રાજ્યસભા સાંસદ વી. શિવદાસને ચોંકાવનારો દાવો કર્યો છે. સાંસદ વી શિવદાસનના જણાવ્યા અનુસાર, તેમને ફોન પર આ ધમકી મળી હતી. સાંસદના જણાવ્યા અનુસાર, તેમને એક ફોન કોલ આવ્યો હતો જેમાં તેમને ધમકી આપવામાં આવી હતી કે સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસ (SJF)ના નામે કરવામાં આવ્યો હતો.  આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિને પણ પત્ર લખીને માહિતી આપી છે.

ધમકી આપનારે ખાલિસ્તાની રેફરેંડમનો સંદેશ પણ આપ્યો

સાંસદે કહ્યું કે, જ્યારે તેઓ સાંસદ એ.એ.રહીમ સાથે આઈજીઆઈ એરપોર્ટના લોન્જમાં હતા, ત્યારે તેમને એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો. આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ફોન કરનાર વ્યક્તિએ ખાલિસ્તાની રેફરેંડમનો સંદેશ આપવાની સાથે સંસદ ભવનથી લઈને લાલ કિલ્લા સુધીનો વિસ્તાર બોંબથી ઉડાવવાની ધમકી આપી છે.

ધમકીભર્યા કૉલની તપાસ કરવા સાંસદની વિનંતી

આ ઉપરાંત સાંસદને એવી પણ ધમકી અપાઈ છે કે, જો તેઓ કોઈપણ હેરાનગતી વગર આ ઘટના જોવા માંગે છે, તો તેઓ ઘરે જ રહે. સાંસદે ધમકીભર્યા કોલને ખૂબ જ ગંભીરતાથી લઈ ઉપરાષ્ટ્રપતિને પત્ર લખવાની સાથે દિલ્હીના પ્રભારી ડીસીપીને પણ જાણ કરી છે. તેમણે ગૃહમંત્રી સમક્ષ પણ ચિંતા વ્યક્ત કરી, તપાસ માટેની વિનંતી કરી છે.

આ સમાચાર શેર કરો