'અમે પણ ભારતમાં અનેક સિંગાપુર બનાવવા માંગીએ છીએ'- PM મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુર અને બ્રુનેઇના પ્રવાસે છે. સિંગાપુરના પ્રવાસ દરમિયાન પીએમ મ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુર અને બ્રુનેઇના પ્રવાસે છે. સિંગાપુરના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવા માટે ચાર MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MoU ડિજિટલ ટેકનોલોજી, સેમીકંક્ટર, આરોગ્ય અને તબીબી ક્ષેત્ર અને શિક્ષણ સહાય અને કુશળતા વિકાસ પર કેન્દ્રિત છે
ભારતમાં અનેક સિંગાપુર બનાવવા માંગીએ છીએ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, 'અમે પણ ભારતમાં અનેક સિંગાપુર બનાવવા માંગીએ છીએ અને અમને ખુશી છે કે અમે આ દિશામાં મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી વચ્ચે જે મંત્રીઓનો રાઉન્ડ ટેબલ બનેલો છે તે એક પાથ બ્રેકિંગ મેકેનિજ્મ છે. ડિજિટલાઇજેશન, મોબિલિટી અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં સહયોગની દિશામાં ઇનિશિએટિવની ઓળખ બની ગઇ છે.'
પીએમ મોદીએ સેમીકંડક્ટર પ્લાટની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પીએમ લોરેન્સ વોગની સાથે સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સની અગ્રણી સિંગાપુરની કંપની AEMની મુલાકાત લીધી હતી.








