મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં ફરી હિંસા, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનના એક વર્ષ બાદ નવી સરકાર રચાયાના બીજા જ દિવસે બબા

Video: નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં ફરી હિંસા, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનના એક વર્ષ બાદ નવી સરકાર રચાયાના બીજા જ દિવસે બબાલ શરૂ થઈ ચૂકી છે. આજે 5 ફેબ્રુઆરીના રોજ કુકી આદિવાસી વિસ્તારના ચુરાચંદપુર જિલ્લામાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. કુકી સમાજ તરફથી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારી અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે કડક હાથે કામ લીધું હતું. જે બાદ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો અને આગચંપી કરી હતી. 

અલગ કુકી વહીવટની માગ

આ પહેલા કુકી સંગઠનોએ પોતાના સમાજના ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે સરકાર ગઠનની પ્રક્રિયામાં ભાગ ન લે, નવા મુખ્યમંત્રી તરીકે યુમનામ ખેમચંદ સિંહએ શપથ લેતા જ ચુરાચંદપુર જિલ્લાના આદિવાસી સંગઠન જોઈન્ટ ફોરમ ઓફ સેવન દ્વારા શુક્રવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સંઠનોએ ફરી અલગ કુકી વહીવટની માગ મૂકી હતી. 

 કુકી સમાજના ધારાસભ્યોને અપાયું હતું અલ્ટિમેટમ

સંગઠન તરફથી સૂચના આપવામાં આવી હતી કે જો કુકી સમાજનો કોઈ ધારાસભ્ય સંગઠનના નિર્ણયની અવગણના કરશે તો એક તરફી લેવાયેલા નિર્ણયો માટે સંગઠન જવાબદાર રહેશે નહીં. કેટલાક કુકી ઉગ્રવાદી સંગઠનોએ સમાજના ધારાસભ્યોને સરકાર ગઠનની પ્રક્રિયામાં ભાગ ન લેવા પણ ફરમાન જાહેર કર્યું હતું. 

નાયબ મુખ્યમંત્રીનો વિરોધ

આ પહેલા બુધવારે રાત્રે કુકી સમાજનું પ્રભુત્વ ધરાવતા કાંગપોક્પી જિલ્લામાં લીમાખોંગ નજીક લોકોએ ટાયર સળગાવીને પ્રદર્શન કર્યું હતું. રસ્તા પર વાંસ મૂકીને નેમચા કિપગેનના ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણનો વિરોધ કરવામાં આવ્યો હતો. કુકી લિબરેશન આર્મીએ એક સ્પષ્ટ સૂચના આપી હતી કે 'કોઈપણ કુકી પ્રતિનિધિ જે સરકારની રચનામાં ભાગ લેવાનો નિર્ણય લેશે તેને સમુદાય સાથે વિશ્વાસઘાત માનવામાં આવશે. જો આવા કોઈ નિર્ણયને કારણે કોઈ અનિચ્છનીય કે અપ્રિય ઘટના બને છે, તો તેની જવાબદારી તે જનપ્રતિનિધિઓની રહેશે.'

આ સમાચાર શેર કરો