મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કરૂર નાસભાગ મુદ્દે વિજયની પ્રથમ પ્રતિક્રિયા, 'મુખ્યમંત્રી બદલો લેવા માંગતા હોવ તો....'

તમિલગા વેત્રી કઝગમ(ટીવીકે)ના નેતા અને અભિનેતા વિજયે કરૂરમાં થયેલી નાસભાગ પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. એક

VIDEO: કરૂર નાસભાગ મુદ્દે વિજયની પ્રથમ પ્રતિક્રિયા, 'મુખ્યમંત્રી બદલો લેવા માંગતા હોવ તો....'

તમિલગા વેત્રી કઝગમ(ટીવીકે)ના નેતા અને અભિનેતા વિજયે કરૂરમાં થયેલી નાસભાગ પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. એક વીડિયો જાહેર કરતાં તેમણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતાના સમર્થકોની સુરક્ષા મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 

વિજયે કહ્યું કે, આ ઘટનાથી ઊંડો શોક છે. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉપયુક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, અને પોલીસ વિભાગ પાસે મંજૂરી લેવામાં આવી હતી. તેમ છતાં આ પ્રકારની દુર્ઘટના બની તે દુઃખનીય છે.
 
https://twitter.com/TVKVijayHQ/status/1972965812618297612

વિજયે પોતાના સમર્થકો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં કહ્યું કે, આ ઘટનાને રાજકીય કારણોથી બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હતાં. હું સ્વીકારું છું કે, આ ઘટનાએ સૌ કોઈને ઝંઝોળી દીધા છે. હું તેમને આશ્વાસન આપું છું કે, પીડિત લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ ઝડપથી સાજા થાય તેવી કામના છે.

વિજયે આ ઘટના વિરુદ્ધ ટીકાઓ અને આક્ષેપો કરનારા રાજકીય પક્ષો પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ લગભગ પાંચ મહિના સુધી પ્રોપેગેન્ડા ઘડી રહ્યા છે. ઝડપથી સત્ય બહાર આવશે અને મારા પક્ષે કંઈ જ ખોટું કર્યું નથી.

મુખ્યમંત્રીને સીધા સંબોધિત કરતાં વિજયે જણાવ્યું કે, જો કોઈપણ પ્રકારનો બદલો લેવાનો પ્રયાસ કરવામાં આવશે તો હું ઘરે નહીં જાઉ, હું મારી ઑફિસમાં જ રહીશ. મુખ્યમંત્રીજી બદલો લેવા માગતા હો તો ઑફિસ આવો. હવે મારો રાજકીય પ્રવાસ વધુ તાકાતવર બનશે.

આ સમાચાર શેર કરો