યુપીમાં રાજકીય હલચલ વચ્ચે રાજ્યમંત્રી સોનમ કિન્નરે આપ્યું રાજીનામું
ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા કિન્નર કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સોનમ કિન્નરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે હજી સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. .
સરકાર કરતા સંગઠન મોટું
સોનમ કિન્નર કહ્યું હતું કે, જ્યારે અધિકારીઓ તેમની વાત સાંભળતા જ નથી તો મંત્રી બનવાનો શું ફાયદો. તેમણે એ પણ કહ્યું કે યુપીના અધિકારીઓ એ જ સરકારને બરબાદ કરી છે. તેમણે કહ્યું કે તેમના વિભાગના અધિકારીઓ તેમનું બિલકુલ સાંભળતા જ નથી. આ સ્થિતિમાં હું રાજીનામું આપીને હવે સંગઠનમાં જ કામ કરીશ. સોનમે આગળ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપની હારની કોઈ જવાબદારી નથી લઇ રહ્યું તો એ જવાબદારી હું લઉં છું. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનનું પુનરાવર્તન કરતા તેમણે કહ્યું કે સરકાર કરતા સંગઠન મોટું છે.
મારા વિભાગમાં જ ભ્રષ્ટાચાર નથી અટકાવી શકી
સોનમે યોગી સરકારના બુલડોઝર એક્શન નીતિ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. સોનમ અગાઉ સમાજવાદી પક્ષમાં હતા. થોડા સમય પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હું મારા વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને પણ અટકાવી શકતી નથી. જો હું જનતાના કામ ન કરાવી શકું તો મંત્રી તરીકે ચાલુ રહેવાનો શું અર્થ?








