મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી : કસાબને ફાંસી અપાવનાર પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમ ભાજપમાંથી લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાવાનું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભાજપે મુંબઈ

લોકસભા ચૂંટણી : કસાબને ફાંસી અપાવનાર પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમ ભાજપમાંથી લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાવાનું છે. ત્યારે  આ સ્થિતિ વચ્ચે ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપી છે. 

લોકસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે ઉમેદવારની 15મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં માત્ર એક જ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. જેમાં કસાબને ફાંસી અપાવનાર પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપી છે. 

કોણ છે ઉજ્જવલ નિકમ?

ઉજ્જવલ નિકમ એક વરિષ્ઠ વકીલ છે, જેઓ 26/11ના મુંબઈ હુમલાના આતંકવાદી  કસાબ વિરુદ્ધ કેસ લડ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા તે ખેરલાંજી હત્યાકાંડ સહિત અનેક સંવેદનશીલ મામલા સંભાળી ચૂક્યા છે.

કસાબના કેસમાં વિશેષ સરકારી વકીલ બનીને તેમણે કસાબને ફાંસી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કસાબને 2012માં ફાંસી આપવામાં આવી હતી. નિકમ 1993ના બોમ્બ બ્લાસ્ટ, હિટ એન્ડ રન કેસ અને પુણે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ ફરિયાદી રહી ચૂક્યા છે. 

આ સમાચાર શેર કરો