VIDEO: હાઈવે પર આખેઆખી ટ્રક ભૂવામાં ખાબકી, ડ્રાઈવરનો માંડ માંડ જીવ બચ્યો
એક બાજુ ગુજરાત સહિત દેશભરમાં મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. બીજી બાજુ અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે. ત્યારે

એક બાજુ ગુજરાત સહિત દેશભરમાં મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. બીજી બાજુ અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હરિયાણાના યમુના નગરના ગોલનપુર ગામ પાસે હાઇવે પર ભુવો પડવાના કારણે ઉત્તર પ્રદેશથી પંજાબ જઈ રહેલી એક ટ્રક મોટા ખાડામાં પડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
હાઈવેના મોટા હિસ્સામાં ભુવો પડી ગયો
આ ઘટના અંગે હાઈવે અધિકારીઓએ કહ્યું હતું કે, રોડની નીચેથી માટી ખસી જવાના કારણે હાઈવે પર મોટા હિસ્સામાં ભુવો પડ્યો હતો. આ ઘટના બાદ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તેમજ સદ્ભાગ્યથી કાવડ યાત્રા દરમિયાન કોઈ કાવડિયાને કોઈ જ નુકસાન થયું નથી.
ઉંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ
આ અકસ્માત બાબતે ખેડૂત નેતા મનદીપ રોડ છપ્પરે કહ્યું હતું કે, 'હાઈવેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. માટીના બદલે રાખનો ઉપયોગ કરીને રોડ બનાવે છે. જેના કારણે રસ્તાઓ નબળા બની રહ્યા છે અને અકસ્માત થઈ રહ્યા છે.' આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.








