મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

TMC સાંસદ કલ્યાણ બેનર્જી JPC બેઠકમાંથી સસ્પેન્ડ, BJP સાંસદ સાથે થઈ હતી બબાલ

વકફ બિલને લઈને મંગળવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં ઘર્ષણ બાદ તૃણમૂલ કોંગ્રેસના

TMC સાંસદ કલ્યાણ બેનર્જી JPC બેઠકમાંથી સસ્પેન્ડ, BJP સાંસદ સાથે થઈ હતી બબાલ

વકફ બિલને લઈને મંગળવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં ઘર્ષણ બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે ટીએમસી સાંસદને આગામી બેઠક સુધી સસ્પેન્ડ કરી દીધા છે. મતલબ કે આગામી જેપીસીની જે પણ બેઠક યોજાશે તેમાં કલ્યાણ બેનર્જી હાજરી આપી શકશે નહીં.

મિટિંગમાં થયેલી બબાલ બાદ જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલના નેતૃત્વમાં નિયમ 374 હેઠળ મતદાન થયું હતું. જેમાં કલ્યાણ બેનર્જીના સસ્પેન્શનની તરફેણમાં 9 અને વિરોધમાં 7 મત પડ્યા હતા. શાસક પક્ષના સભ્યો જેપીસીમાંથી જ બેનર્જીને સસ્પેન્ડ કરવાના પક્ષમાં હતા. પરંતુ ચર્ચા બાદ એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જણાવી દઈએ કે, વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે બોલાચાલી થઈ હતી. જેપીસીની બેઠકમાં ઉગ્ર થયેલા કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડતા તેમના હાથમાં ઈજા થઈ હતી. કાચની બોટલ વાગતાં હાથમાં ચાર ટાંકા આવ્યા હતા.  

આ ઝપાઝપીને પગલે થોડીવાર માટે મિટિંગ રોકી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કલ્યાણ બેનર્જીએ અચાનક બોટલ ઉપાડી અને ટેબલ પર પછાડી હતી. જેનાથી તેઓ ઘાયલ થયા હતા. આ બેઠક સંસદ પરિસરમાં થઈ હતી.

સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં ઘણા નિવૃત્ત ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને બૌદ્ધિકો હાજર રહ્યા હતા. દરમિયાન અચાનક ટીએમસી નેતા કલ્યાણ બેનર્જી ઉભા થઈને બોલવા લાગ્યા. આ અગાઉ પણ તેઓ બેઠકમાં ઘણી વખત બોલ્યા હતા. પરંતુ આ વખતે જ્યારે તેઓ બોલવા ઉભા થયા તો ભાજપના અભિજીત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો.

સૂત્રોનું કહેવું છે કે અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો તો કલ્યાણ બેનર્જીએ તેમની સામે વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ગુસ્સામાં કલ્યાણ બેનર્જીએ કાચની બોટલ ઉપાડીને ટેબલ પર ફેંકતા તેઓ ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો