મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ

દિલ્હીમાં વહેલી સવારે એક પછી એક 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવીની ધમકી મળી છે. 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાન

દિલ્હીની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ

દિલ્હીમાં વહેલી સવારે એક પછી એક 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવીની ધમકી મળી છે. 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતા પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરી હતી. બોમ્બની ધમકી બાદ સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર પોલીસની ટીમ શાળામાં પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી જોકે બોમ્બની કોઇ પૃષ્ટી થઇ નથી. ધમકી આપનારાએ ઇમેલમાં 30 હજાર ડોલરની પણ માંગ કરી હતી.

આ પહેલા પણ શાળાને મળી ચુકી છે ધમકી

દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જો કે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીના ઘરમાં ઘુસી ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થયું કેનેડાનું ગુંડારાજ

20મી ઓક્ટોબરે, દિલ્હીના રોહિણી વિસ્તારમાં CRPF સ્કૂલની દીવાલને એક શક્તિશાળી વિસ્ફોટથી હચમચાવી દેવામાં આવ્યો હતો, જેમાં નજીકની દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ કે ઈજાના થઈ નહતી. 

આ સમાચાર શેર કરો