મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'એ લોકો બાળકોને પિસ્તોલ આપવા માગે છે... અમે લેપટોપ', પીએમ મોદીએ RJD પર કર્યો સખ્ત પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સીતામઢી અને બેતિયામાં ચૂં

'એ લોકો બાળકોને પિસ્તોલ આપવા માગે છે... અમે લેપટોપ', પીએમ મોદીએ RJD પર કર્યો સખ્ત પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શનિવારે સીતામઢી અને બેતિયામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન PM મોદીએ RJD અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાજ્યના યુવાનોને ગુનેગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. NDA યુવાનોને કમ્પ્યુટર અને રમતગમતના સાધનો પૂરા પાડી રહ્યું છે, ત્યારે આરજેડી કથિત રીતે તેમને પિસ્તોલ (કટ્ટા) આપવાની વાત કરી રહ્યું છે.

"આરજેડી તમારા બાળકોને ગુંડા બનાવવા માંગે છે"

પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો તેમના બાળકોને મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ અને ધારાસભ્ય બનાવવા માંગે છે, પરંતુ એ જ લોકો તમારા બાળકોને ગુંડા બનાવવા માંગે છે. બિહાર આ ક્યારેય સ્વીકારશે નહીં. પીએમએ બેતિયા અને સીતામઢીમાં કહ્યું કે જંગલ રાજ એટલે પિસ્તોલ, ક્રૂરતા, ભ્રષ્ટાચાર અને દુશ્મનાવટ છે.
 
બિહારમાં બાળકના વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરીને PM મોદીએ આરજેડી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જો તમે RJDના ચૂંટણી ગીતો અને સૂત્રો સાંભળશો તો તમારું હૈયું કાંપી જશે.  RJD બિહારના બાળકો માટે શું કરવા માંગે છે તે તેના નેતાઓના ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટપણે દેખાય છે. RJDના પ્લેટફોર્મ પર નિર્દોષ બાળકોને કહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે કે તેઓ ગુંડા બનવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે બિહારમાં "હાથ ઉપર" કહેનારાઓ માટે કોઈ સ્થાન નથી. બિહારને હવે સ્ટાર્ટઅપનું સ્વપ્ન જોનારાઓની જરૂર છે. પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું: "અમને નહીં જોઈએ કટ્ટા સરકાર, ફરી એકવાર એનડીએ સરકાર."

ચૂંટણી પંચને અભિનંદન
પીએમ મોદીએ 6 નવેમ્બરના રોજ ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઊંચા મતદાન અંગે ખુશી વ્યક્ત કરીને ચૂંટણી પંચને અભિનંદન આપ્યા. તેઓએ વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે, જેનાથી તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બિહારમાં આટલું મોટું મતદાન એનડીએને મળી રહેલા પ્રચંડ સમર્થનનો સંકેત છે.

આ સમાચાર શેર કરો