ભારત પર મોટા હુમલાની તૈયારીમાં આ આતંકી જૂથ, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને પ્રભાવિત કરી શકે
આતંકવાદ વિરોધી વૈશ્વિક સંગઠન FATFએ ભારતને લઇને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં કેટલાક મોટા આત

આતંકવાદ વિરોધી વૈશ્વિક સંગઠન FATFએ ભારતને લઇને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં કેટલાક મોટા આતંકી હુમલાનો સામનો કરવો પડી શકે છે. FATF દ્વારા જાહેર ચેતવણી અનુસાર, ભારત પર સૌથી મોટો ખતરો ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવેન્ટ (ISIL) અથવા અલ-કાયદા સાથે જોડાયેલા ગ્રુપનો છે. જે જમ્મુ કાશ્મીરમાં એક્ટિવ છે. આ સંગઠન જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને પણ પ્રભાવિત કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
FATFએ મની લૉન્ડ્રિંગ અને આતંકી ફંડિંગ ધરાવતી ગતિવિધિને રોકવા અને તેમના વિરૂદ્ધ ઉઠાવવામાં આવેલા ભારત સરકારના પગલાની પ્રશંસા કરી છે. FATFએ મની લૉન્ડરિંગ અને આતંકવાદ ફંડિંગ ધરાવતી ગતિવિધિ સામે લડવા માટે ભારતના ઉપાયો પર રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે ભારત ગંભીર આતંકવાદ અને ISIL અથવા અલ કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી ફંડિંગના જોખમોનો સામનો કરે છે.
FATFના રિપોર્ટમાં ખુલાસો
વૈશ્વિક સંગઠન FATFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બિનનફાકારક ક્ષેત્રને આતંકવાદી દુરુપયોગથી બચાવવા માટે સુધારાની જરૂર છે. ભારતમાં મની લોન્ડરિંગનો મુખ્ય સ્ત્રોત દેશની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે. તમને જણાવી દઈએ કે હવે ભારત માટે FATFના પરસ્પર મૂલ્યાંકનનો ચોથો રાઉન્ડ નવેમ્બર 2023માં થશે.
રેગ્યુલર ફોલોઅપની લિસ્ટમાં છે ભારત
આ વર્ષે 26-28 જૂન વચ્ચે સિંગાપુરમાં FATF પ્લેનરીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ મૂલ્યાંકન રિપોર્ટમાં ભારતને રેગ્યુલર ફોલોઅપ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. હાયર રેન્કિંગમાં યુકે, ફ્રાંસ અને ઇટાલી સહિત G20ના 4 દેશ સામેલ છે.








