મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દુનિયામાં આ દેશોમાં કૂતરા પર છે સખ્ત નિયમ, ખાસ પ્રજાતિઓ પણ નથી રાખી શકતા

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરના રખડતા કૂતરાઓને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, કૂતરાઓની નસબંધી માટ

દુનિયામાં આ દેશોમાં કૂતરા પર છે સખ્ત નિયમ, ખાસ પ્રજાતિઓ પણ નથી રાખી શકતા

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરના રખડતા કૂતરાઓને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, કૂતરાઓની નસબંધી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અને હિંસક કૂતરાઓને શેલ્ટરહોમમાં રાખવા. સુપ્રીમ કોર્ટે કૂતરા પ્રેમીઓને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આખા દેશ માટે નિયમો નક્કી કરવાની પણ વાત કરી છે. જોકે, કૂતરાઓ વિશે સમાજમાં ચર્ચા નવી નથી. દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં કૂતરાઓ અંગે કડક નિયમો છે. ભારતના પડોશી દેશ માલદીવની વાત કરવામાં આવે તો અહીં કૂતરા રાખવા પર પ્રતિબંધ છે. આ સિવાય અન્ય કોઈપણ દેશમાંથી આવતા લોકો કૂતરા લાવી શકતા નથી.

કેટલીક સ્થિતિમાં શરતોના આધારે પરવાનગી સાથે તેમના રોકાણ માટે ભારે ફી પણ લેવામાં આવે છે. માલદીવમાં કેટલાક દરિયાકિનારા એવા છે જ્યાં પ્રવાસીઓને પાલતુ કૂતરાઓને લઈ જવા માટે દરરોજ 50થી 100 ડોલર ફી ચૂકવવી પડે છે. આનું કારણ ધાર્મિક પણ કહેવામાં આવે છે. માલદીવમાં વહીવટીતંત્ર કહે છે કે કૂતરો એક અશુદ્ધ પ્રાણી છે. આ ઉપરાંત સ્વચ્છતા માટે પણ આવું કરવામાં આવ્યું છે. માલદિવ્સ તેના સુંદર દરિયાકિનારાને કારણે વિશ્વને આકર્ષે છે. માલદીવ ઉપરાંત ઈરાન, સાઉદી અરેબિયા જેવા ઘણા દેશો છે, જ્યાં કૂતરાઓ અંગે કડક નિયમો છે. આ ઉપરાંત, ઇજિપ્તમાં ફક્ત ચોક્કસ જાતિના કૂતરા રાખવાની મંજૂરી છે.

ઈરાનમાં પણ કૂતરાઓ અંગે કડક નિયમો છે. અહીં મોટી સંખ્યામાં એવા બ્રિડ્સ છે જેના ઉપર પ્રતિબંધ છે. સાઉદી અરેબિયામાં પાલતુ કૂતરા રાખવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ કેટલીક જાતિઓના બ્રીડ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જેમાં પિટ બુલ્સ, રોટવીલર્સ, ડોબરમેન અને માસ્ટિફનો સમાવેશ થાય છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે  આ પ્રજાતિના કૂતરાઓને ખતરનાક પ્રજાતિના માનવામાં આવે છે. આ ઉપરાંત, સ્વચ્છતાના સંદર્ભમાં પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં કૂતરા અને બિલાડી વેચવા પર પણ પ્રતિબંધ છે. આવું એટલા માટે છે કારણ કે આવી વસ્તુને બિન-ઈસ્લામિક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે પશ્ચિમી સભ્યતાનું પ્રતીક છે. કુવૈત, કતાર અને યુએઈમાં પણ આવા જ પ્રતિબંધો છે. કુવૈતમાં, પિટ બુલ સહિત 10 પ્રજાતિના કૂતરાઓ પર પ્રતિબંધ છે.

ક્યા દેશોમાં કઇ પ્રજાતિના કૂતરાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ

નોર્વે - પિટ બુલ, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર, ફિલા બ્રાઝિલિયર જેવી જાતિઓ પર પ્રતિબંધ.
ડેનમાર્ક - પિટ બુલ અને ટોસા સહિત 13 જાતિઓ પર પ્રતિબંધ.
જર્મની - કેટલાક રાજ્યોમાં પિટ બુલ, સ્ટેફોર્ડશાયર બુલ ટેરિયર જેવી જાતિઓ પર કડક પ્રતિબંધ.
બ્રિટન (યુકે) - પિટ બુલ ટેરિયર, જાપાનીઝ ટોસા, ડોગો આર્જેન્ટિનો, ફિલા બ્રાઝિલિયર જેવી જાતિઓ પર પ્રતિબંધ.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ - કેટલીક આક્રમક જાતિઓની આયાત પર પ્રતિબંધ.

આ સમાચાર શેર કરો