બાલાસોરથી લઈને બક્સર અને જામતાડા... છેલ્લા 1 વર્ષમાં આ 7 ટ્રેન અકસ્માતે દેશને હચમચાવી દીધો
પશ્ચિમ બંગાળમાં ન્યુ જલપાઈગુડીમાં ભયંકર ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં માલગાડીએ સિલાયદહ જઈ રહેલી ક

પશ્ચિમ બંગાળમાં ન્યુ જલપાઈગુડીમાં ભયંકર ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં માલગાડીએ સિલાયદહ જઈ રહેલી કંચનજંઘા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ગુડ્સ ટ્રેનની ટક્કરથી કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેનના કેટલાય ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ ભયાવહ દુર્ઘટના પહેલા એવી પાંચ ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાંખ્યો હતો.
કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માતમાં 300 જેટલા લોકોના મોત
2 જૂન, 2023ના રોજ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતને કોણ ભૂલી શકે. આમાં 296 લોકોના મોત અને 1200થી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. બાલાસોરના બહંગા બજાર સ્ટેશન પર ટ્રિપલ અકસ્માત થયો હતો. અહીં ચેન્નાઈથી હાવડા જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઈનમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ ભયંકર ધડાકાને પગે કોરોમંડલના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરીને બાજુની લાઈન પરથી પસાર થતી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. દુર્ઘટના પછી તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસને ખોટું સિગ્નલ અપાયું હતું.
ડ્રાઈવર મેચ જોતા રહ્યા અને થયો અકસ્માત
આંધ્ર પ્રદેશમાં 29 ઓક્ટોબર 2023ના રોજ બે પેસેન્જર ટ્રેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમ14 લોકોના મોત થયા હતા. આંધ્ર પ્રદેશના વિજયનગર જિલ્લાના કંટાકાપલ્લીમાં હાવડા- ચેન્નઈ લાઈન પર રાયગડા પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. દુર્ઘટનામાં 50થી વધુ યાત્રિઓ ઘાયલ થયા હતા. રેલવે મંત્રીએ ટ્રેન અકસ્માતનું કારણ ડ્રાઈવર અને આસિ. ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા.
જામતાડા અકસ્માત
28 ફેબ્રુઆરી, 2024ના દિવસે ઝારખંડના જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશને કેટલાય લોકો પર ટ્રેન ફરી વળી હતી. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો ટ્રેનની ઝપેટે આવી ગયા હતા. જેમાં બેના મોત થયા હતા. રસ્તાના કિનારે નાંખેલી માટી ઉડતી હતી. ડ્રાઈવરે વિચાર્યું કે ટ્રેનમાં આગ લાગી અને ધુમાડો નીકળી રહ્યો છે. અચાનક ટ્રેન રોકી દેતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
બક્સર
નવી દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ એક્સપ્રેસ 11 ઓક્ટોબર 2023ના બિહારના બક્સર જંક્શને અકસ્માત થયો હતો. ટ્રેનના 24 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. બક્સર જિલ્લા પ્રશાસને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત અને 60થી 70 લોકો ઘાયલ થયાનું જણાવ્યું હતું.
દિલ્હીમાં માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર પાસે 17 ફેબ્રુઆરી 2024ના રોજ સરાય રોહિલ્લા પાસે માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ માલગાડીમાં લોખંડની શીટ અને રોડ હતા.
ઝારખંડ
18 જાન્યુઆરી 2024ના રોગ ઝારખંડના ગમ્હરિયા રેલવે સ્ટેશને ટ્રેનની ઝપેટમાં આવી જતા 4 લોકોના મોત થયા હતા. રેલવે ટ્રેક પાસ કરી રહેલા 4 લોકો ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનનો અણસાર ન આવતા ટ્રેક પાસ કરવા દરમિયાન નવી દિલ્હી- પુરી ઉત્કલ એક્સપ્રેસની ઝપેટે આવી ગયા હતા.
ફતેહગઢ સાહિબ
2 જૂન 2024ના રોજ પંજાબના ફતેહગઢ સાહિબમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં સરહિંદના માધોપુર પાસે બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં બે ટ્રેન ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરોને પ્રથમ સિવિલ હોસ્પિટલ ફતેહગઢ સાહિબ અનેત્યાંથી રાજિંદર હોસ્પિટલ પટિયાલામાં રિફર કરવામાં આવ્યા હતા.








