વર્ષ 2025ના પહેલા દિવસે જ આટલી વધી જશે દુનિયાની વસતી, ભારતની સ્થિતિ જાણીને ચોંકી જશો
વર્ષ 2025 શરૂ થવામાં માત્ર થોડી જ ક્ષણો બાકી છે. દરમિયાન એક રિપોર્ટ સામે

વર્ષ 2025 શરૂ થવામાં માત્ર થોડી જ ક્ષણો બાકી છે. દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ નવા વર્ષ પર વિશ્વની વસ્તી કેટલી હશે. હકીકતમાં, આ વર્ષે સમગ્ર વિશ્વની વસ્તીમાં 7.1 કરોડનો વધારો થયો છે, જ્યારે નવા વર્ષના આંકડા ચોંકાવનારા છે. યુએસ સેન્સસ બ્યુરોના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં પ્રતિ સેકન્ડે 4.2 જન્મ અને 2.0 મૃત્યુ થવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર પ્રથમ દિવસે વિશ્વની વસ્તી લગભગ 8.09 અબજ હશે.
આ પણ વાંચોઃ ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા વર્ષ 2025ની એન્ટ્રી, વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જોરદાર ઉજવણી
પાછલા વર્ષો સાથે સરખામણી
રિપોર્ટ અનુસાર વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં વસ્તીમાં ઓછો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં વિશ્વની વસ્તીમાં 7.5 કરોડનો વધારો નોંધાયો હતો. બીજી તરફ અમેરિકાની વાત કરીએ તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે વસ્તીમાં 26 લાખનો વધારો થયો છે. જાન્યુઆરી 2025 દરમિયાન યુએસમાં દર નવ સેકન્ડે એકનો જન્મ અને દર 9.4 સેકન્ડે એક મૃત્યુ થવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય ઇમિગ્રન્ટ્સને કારણે અમેરિકાની વસ્તી દર 23.2 સેકન્ડે એક વ્યક્તિનો વધારો થશે. જો જન્મ, મૃત્યુ અને પ્રવાસીઓની સંખ્યાને જોડવામાં આવે તો દર 21.2 સેકન્ડે યુએસની વસ્તીમાં એક વ્યક્તિ ઉમેરાશે.
ભારતની સ્થિતિ
જણાવી દઈએ કે ભારત ચીનને પછાડીને વસ્તીના મામલામાં નંબર વન બની ગયું છે. નિષ્ણાતોના મતે આવું થવા પાછળનું કારણ ઊંચો જન્મ દર છે. 2025માં ભારતનો વસ્તી વૃદ્ધિ દર 0.9% રહેશે. આ સાથે 2025માં ભારતની વસ્તી 146 કરોડ થવાની આશા છે. એપ્રિલ 2023માં સંયુક્ત રાષ્ટ્રની સામાજિક-આર્થિક એજન્સી UNDESA અનુસાર, ભારતમાં 2035 સુધીમાં વસ્તી વધારો થશે. આનું કારણ એ છે કે કામ કરતી વસ્તી (15થી 64 વર્ષ) પર બિન-કાર્યકારી વસ્તી (15 વર્ષથી ઓછી અને 64 વર્ષથી વધુ) ની અવલંબન આગામી 11 વર્ષ સુધી ઘટવાની અપેક્ષા છે.






