મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા વર્ષ 2025ની એન્ટ્રી, વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જોરદાર ઉજવણી

New Year 2025 Celebretion : 2024ના વર્ષને અલવિદા કહીને વિશ્વ નવું 2025ના વર્ષને આવકારવા માટે ત

ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા વર્ષ 2025ની એન્ટ્રી, વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જોરદાર ઉજવણી

New Year 2025 Celebretion : 2024ના વર્ષને અલવિદા કહીને વિશ્વ નવું 2025ના વર્ષને આવકારવા માટે તૈયાર છે. જેને લઈનેકાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ અલગ સમયે શરૂ થાય છે. નવું વર્ષ સૌથી પહેલા કિરીટીમતી દ્વીપ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. તેનો સમય ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યુઝીલેન્ડના રહેવાસીઓએ પણ વર્ષ 2025નું જોરદાર સ્વાગત કર્યું હતું. ઓકલેન્ડના આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. હવે ન્યુઝીલેન્ડના ચથમ આઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

સમગ્ર વિશ્વ વર્ષ 2025ને આવકારવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. જેને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાના કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે. આમ વિશ્વમાં સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત આઈલેન્ડ ઓપ કિરિબાતી રિપબ્લિકના કિરિટીમાટી દ્વીપ પર થઈ. આ નાનકડો ટાપુ દેશ ભારતથી સાડા સાત કલાક આગળ છે. ભારત પહેલા 41 દેશમાં નવું વર્ષ શરૂ થઈ જાય છે, જેમાં ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયાએ 2024 ને અલવિદા કહીને 2025નું જોરદાર સ્વાગત કર્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડની સહિતનામાં શાનદાર આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. 

સિડનીમાં શાનદાર ઉજવણી

ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ ભવ્ય ઉજવણી કરીને વર્ષ 2025ને આવકાર્યું છે. સિડનીમાં આશરે 10 લાખ લોકોએ એક સાથે મળીને શાનદાર આતશબાજી નિહાળી હતી. નવા વર્ષની શરૂઆત સિડની હાર્બર બ્રિજ પરથી 12 મિનિટની આતશબાજીથી થઇ હતી. નૌકાઓ, ઓપેરા હાઉસ સેલ્સ, શહેરની પાંચ સ્કાયસક્રેપર્સ (બહુમાળી ઇમારતો) પરથી ભવ્ય આતશબાજી થઇ હતી.

વિશ્વના ઘણાં શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન

નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણાં શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે. જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (અમેરિકા)માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.

વિશ્વમાં પહેલી જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી ક્યારથી શરૂ થઈ

ન્યુઝીલેન્ડથી વર્ષ 2024નું આગમન સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અનેક દેશોમાં પણ ઉજવણી ચાલી રહી છે. જોકે શું તમે જાણો છો કે, નવું વર્ષ 1લી જાન્યુઆરીએ ઉજવવામાં આવતું નથી. 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ 15મી સદીમાં ઓક્ટોબર 1582માં શરૂ થયું હતું. આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર 10 મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિસિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું જેમાં વર્ષનો પ્રથમ દિવસ 1 જાન્યુઆરી માનવામાં આવતો હતો અને ત્યારથી 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. 15મી સદી પહેલા, માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. અગાઉ નવું વર્ષ 25 માર્ચ અથવા 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું. રોમના પ્રથમ રાજા નુમા પોપલીસે રોમન કેલેન્ડરમાં થોડો બદલાવ કર્યો અને 2 મહિના ઉમેર્યા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે

સમોઆ અને નિયૂ ટાપુઓમાં છેલ્લે ઉજવાય છે નવું વર્ષ

કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો બાદ ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકી સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો