કેજરીવાલને સુપ્રીમે આપ્યો ઝટકો, પીએમ મોદીની ડિગ્રી મામલે થયેલી અરજી ફગાવી
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજર

પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અપરાધિક માનહાનિ કેસમાં જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે.
ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહ્યું હતું કે આવી જ અરજી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી અને તેને આ કોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે કહ્યું હતું કે, 'અમે દખલ કરવા ઈચ્છતા નથી, એક અરજદાર અમારી પાસે આવ્યા હતા. અમે તેમની અરજી ફગાવી દીધી હતી.' કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સંજય સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન અલગ હતું, પરંતુ બેન્ચે તેને સ્વીકાર્યું ન હતું.
આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં સમન્સ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટથી નિરાશ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રીએ દેશની સૌથી મોટી કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે અહીંથી પણ રાહત નહીં મળતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવું પડશે.
કેજરીવાલે સમન્સ પર સ્ટે મૂકવાની કરી હતી માંગ
અરવિંદ કેજરીવાલે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો અને કેસ પર સ્ટે માંગ્યો હતો. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે પણ કેજરીવાલની માંગને ફગાવી દીધી હતી. એપ્રિલ 2024માં સુપ્રીમ કોર્ટે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની માંગને ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી
જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ટિપ્પણીઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આના પર ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપી નથી.
હાઈકોર્ટના આંચકા બાદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા
હાઈકોર્ટના આ નિર્ણયને અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે તેમની સામેનો માનહાનિનો કેસ બંધ કરવામાં આવે.








