Video: પાકિસ્તાની મંત્રીએ હુમાયૂં અને શેરશાહ સૂરીનો ઉલ્લેખ કર્યો

સોર્સ: gstv

પાકિસ્તાનના મંત્રી મુસાદિક મલિકે દિલ્હીના પુરાણા કિલ્લામાં આયોજિત SCO સભ્યતાગત સંવાદ મંચ પર મુઘલ શાસક હુમાયૂં અને શેરશાહ સૂરીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જૂનો કિલ્લો પોતે જ ઇતિહાસના અનેક સ્તરોની કહાની છે….મલિકે કહ્યું કે આ કિલ્લાનો પાયો હુમાયૂંએ નાખ્યો હતો, જે મધ્ય એશિયાના તૈમૂરી વંશ સાથે જોડાયેલા હતા. બાદમાં અફઘાન શાસક શેરશાહ સૂરીએ તેનું નિર્માણ આગળ વધાર્યું. તેમણે કહ્યું, "એક દીવાલ, બે પ્રતિસ્પર્ધી એટલે કે બે શાસકો અને એક કિલ્લો, જેમાં ઇતિહાસના બે સ્તરો છે.પીએમ મોદીએ શુક્રવાર સાંજે દિલ્હીના પુરાણા કિલ્લામાં પ્રથમ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું. 20થી 22 નવેમ્બર સુધી ચાલનારા SCO ફોરમમાં પાકિસ્તાન સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા છે. ઑપરેશન સિંદૂર બાદ આ પહેલીવાર છે, જ્યારે પાકિસ્તાનનો કોઈ મંત્રી ભારત આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત