Video: પાકિસ્તાની પ્રતિનિધિમંડળ તાજમહેલની મુલાકાત લઈ શકશે, પરંતુ નિઝામુદ્દીન દરગાહ જવાની મંજૂરી નથી

સોર્સ: gstv

પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુસાદિક મસૂદ હાલમાં SCO સમિટ માટે ભારતની મુલાકાતે છે. પાકિસ્તાનના મંત્રી મસૂદે આગરામાં આવેલા તાજમહલ અને દિલ્હીમાં આવેલી હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની મુલાકાત લેવાની મંજૂરી માગી હતી. જેના પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો. ભારત સરકારના અધિકારીઓ દ્વારા મંત્રી મુસાદિકને તાજમહેલની મુલાકાત લેવાની છૂટ આપી દેવામાં આવી છે પરંતુ દિલ્હીમાં આવેલી હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની મુલાકાત લેવાની તેમની માગણી ફગાવી દેવામાં આવી છે જેથી તેમની આ ઈચ્છા અધૂરી રહી જશે. ઉલ્લેખનીય છે કે મલિક હાલમાં નવી દિલ્હીમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં ભાગ લેવા માટે સભ્ય દેશના પ્રતિનિધિ તરીકે સામેલ થયા છે. પાકિસ્તાની હાઈકમિશન તરફથી પત્ર લખીને ભારતની મુલાકાત દરમિયાન મંત્રી મસૂદને તાજમહલ, દિલ્હી હાટ, હુમાયુંનો મકબર, કિલ્લા રાય પિથૌરા અને હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે જવાની છૂટ માગતી અપીલ કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમને ચાર જગ્યાએ જવાની છૂટ આપી દેવામાં આવી છે ફક્ત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે જવાની છૂટ નથી અપાઈ.

આ સમાચાર શેર કરો

જાહેરાત