વિધવાના સંપર્કમાં આવ્યો મસ્જિદનો મૌલાના: પ્રેમજાળમાં ભરાયો, પછી યુવતી કર્યું એવું કે પોલીસ પણ ચોંકી
લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સા આપણે વાંચ્યા છે. પરંતુ પૂનાથી એક અલગજ કિસ્સો સામે આવ્

લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સા આપણે વાંચ્યા છે. પરંતુ પૂનાથી એક અલગજ કિસ્સો સામે આવ્યો છે. જયાં એક મસ્જિદનો મૌલાના વિધવા યુવતીના સંપર્કમાં આવે છે અને તેની પ્રેમભરી વાતોથી ઓળઘોળ થઈ જાય છે. પછી તેની સાથે લગ્ન પણ કરે છે. પરંતુ યુવતીના ખતરનાક દિમાગમાં બીજી જ કોઈ જેમ ચાલી રહી હોય છે. પુણેમાં એક યુવતીએ જે રીતે કાંડ આચર્યું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આલિયા નામની યુવતીએ પૈસા કમાવવા માટે મૌલાના સાથે લગ્ન કર્યા હતા. મૌલાના શ્રીમંત હોવાથી તેમની પાસે પુષ્કળ પૈસા અને કીમતી વસ્તુઓ હતી. આલિયાને માત્ર મૌલાનાની મિલકત સાથે પ્રેમ થયો હતો. આ દરમિયાન તે પુણેથી પાલઘર આવતી હતી. મૌલાના સાથે મીઠી વાત કરી તેણે પ્રેમજાળમાં ભેરવી દીધો અને તેની સાથે લગ્નનું નાટક પણ કર્યું. અને 14 લાખ રૂપિયા પડાવી લીધા. લગ્ન દરમિયાન જ્યારે આલિયા પુણેથી પાલઘર આવતી-જતી હતી, ત્યારે મૌલાનાને શંકા ગઈ, તેણે તેની પત્નીની પૂછપરછ કરતા જ આલિયાએ મૌલાના સાથે ગાળા ગાળી કરવાનું શરૂ કરી દીધું. મૌલાનાએ આલિયાને ઘણું બધુ સોનું, કાર, મકાન અને રોકડના રૂપમાં લગભગ 14 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
મૌલાના સાથે લગ્ન કર્યા
પૂણેની આલિયાએ મૌલાનાને ખોટું કહ્યું કે તેના પતિનું મૃત્યુ થઈ ગયું છે. યુવતીએ કોંધવા વિસ્તારમાં રહેતા મસ્જિદના મૌલાનાને ખોટું કહ્યું કે તેના પહેલા પતિનું અવસાન થયું છે અને તેણે આ મૌલાના સાથે લગ્ન કર્યા. આ પછી મહિલા એક વર્ષ સુધી આ મૌલાના સાથે રહી. મૌલાના પાસેથી ઘર, કાર અને દાગીના સહિત રૂ. 14 લાખની સંપત્તિની પણ આંચકી લીધી હતી. અને ત્રીજા પુરુષ સાથે લગ્ન કરીને ભાગી ગઈ. 59 વર્ષીય મૌલાનાએ કોંધવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી.
મૌલાનાએ શું કહ્યું?
મૌલાનાએ જણાવ્યું કે આલિયા 31 ઓગસ્ટ 2023 થી 15 ડિસેમ્બર 2024 સુધી લગભગ દોઢ વર્ષ તેમની સાથે રહી. લગ્ન દરમિયાન આલિયા પુણે અને પાલઘર વચ્ચે અવર-જવર કરતી હતી. જ્યારે મૌલાનાને ખબર પડી કે આલિયાએ ત્રીજી વખત લગ્ન કર્યા છે તો તેણે તેને આ વિશે પૂછ્યું. આ સાંભળતા જ તેને ગુસ્સો આવ્યો. તેણીએ મૌલાના સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. મૌલાનાના ડરી ગયો અને સીધો જ પોલીસ સ્ટેશન દોડી ગયો અને વિગતવાર ફરિયાદ નોંધાવી.
ઘણા પૈસા પડાવી લીધા
મૌલાનાએ પોલીસને જણાવ્યું કે તેણે 1.5 વર્ષમાં આલિયા પર ઘણા પૈસા ખર્ચ્યા. તે સતત પુણેથી પાલઘર જતી હતી. આ સમય દરમિયાન આલિયાએ તેમની પાસેથી ઘણા પૈસા પડાવી લીધા હતા. પરંતુ ડિસેમ્બર 2024 માં, મૌલાનાને આલિયાના બીજા લગ્નની જાણ થતાં જ પૂછપરછ શરૂ કરી. ગુસ્સે ભરાયેલી આલિયાએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દોષ વર્ષ દરમિયાન તેણે મૌલાના પાસેથી સોનું, કાર, મકાન, રોકડના રૂપમાં લગભગ 14 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.








