અમેરિકા સામે બ્લેકમેઈલ થઈ ગઈ સરકાર, આપણને ખરીદી લીધા; ભારતના ખેડૂતો આત્મહત્યા કરશે?: સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ ઠાકરે) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે અમેરિકા સાથેના વેપાર કરાર અંગે પ્રશ્નો ઉઠાવ્ય

શિવસેના (ઉદ્ધવ ઠાકરે) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે અમેરિકા સાથેના વેપાર કરાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ કરાર હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર ખોટું બોલવાનો પણ આરોપ લગાવતા કહ્યું કે, સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડીને 18 કરવાની જાહેરાત કરી છે.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું, "પીયૂષ ગોયલ ખોટું બોલી રહ્યા છે. આ દેશના તમામ કેન્દ્રીય મંત્રીઓ ખોટું બોલી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના વેપાર કરારે આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં ધરી દીધો છે. અમેરિકાએ આપણને ખરીદી લીધા છે. તેઓ કહે છે કે આ આપણા માટે એક મોટી જીત છે. ભાઈ, આ શેની જીત છે? પાછા દેશભરમાં ઉજવણી કરવાની વાત કરો છો.
સંજય રાઉતે કહ્યું કે ભારતે હજુ પણ ભારે ટેરિફ ચૂકવવો પડે છે. 18 ટકા ટેરિફ હજુ પણ અસ્તિત્વમાં છે, જે પહેલા 3 ટકાની આસપાસ હતો. આમ હોવા છતાં અમેરિકી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં શૂન્ય ટેરિફ પર આયાત થશે. કૃષિ ઉત્પાદનોમાં ચોખા, ફળો, ફૂલો, દૂધ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ થશે. અમેરિકા આપણા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો કરતાં સસ્તા ભાવે પોતાનો માલ વેચશે. તો શું આપણા ખેડૂતો આત્મહત્યા કરશે? "કોઈ રહસ્યમય રીતે, આપણી સરકાર લોકોને બ્લેકમેલ કરી રહી છે..."
ભારત-અમેરિકા વેપાર સોદો
વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મંગળવારે કહ્યું કે ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સારા વેપાર સોદા પર સંમતિ દર્શાવી છે અને કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમેરિકા સાથેના કરારની વિગતો આપ્યા વિના, ગોયલે કહ્યું કે વેપાર કરાર અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં ભારત-અમેરિકા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે. જેમાં કરારની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવશે.
પિયુષ ગોયલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને તેના સાથી પક્ષો પર સમજૂતિને લઈને દેશને ગુમરાહ કરવાના પ્રયાસોનો આરોપ લગાવતા તેમના પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે તેમના વિચારો નકારાત્મક છે. તેઓ ભારતની પ્રગતિના વિરોધી ગણાવ્યા. ગોયલે કહ્યું કે તેઓ સંસદમાં કરાર વિશે વાત કરવા માંગતા હતા પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે તે તેમ કરી શક્યા નહીં.








