મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં હુમાયુના મકબરાનો ગુંબજ તૂટતા 5 લોકોના મોત, 11 લોકોને બચાવાયા; હજુ અનેક દટાયાની આશંકા

દિલ્હીના નિઝામુદ્દીનમાં હુમાયુના મકબરા પર એક મોટી દુર્ઘટના બની. સંકુલની અંદરના એક રૂમની છત અને દિવાલનો એક ભાગ

દિલ્હીમાં હુમાયુના મકબરાનો ગુંબજ તૂટતા 5 લોકોના મોત, 11 લોકોને બચાવાયા; હજુ અનેક દટાયાની આશંકા

દિલ્હીના નિઝામુદ્દીનમાં હુમાયુના મકબરા પર એક મોટી દુર્ઘટના બની. સંકુલની અંદરના એક રૂમની છત અને દિવાલનો એક ભાગ અચાનક તૂટી પડતા દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. હાલમાં, ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઐતિહાસિક સ્મારક 16મી સદીના મધ્યમાં બનેલો એક મકબરો છે, જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

દિલ્હીના હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત હુમાયુના મકબરાનો ગુંબજ શુક્રવારે (15 ઓગસ્ટ) ના રોજ તૂટી પડ્યો. તેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સમાચાર લખાય ત્યાં સુધી, 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે ગુંબજ તૂટી પડવાની માહિતી સાંજે લગભગ 4 વાગ્યે મળી હતી.

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે સાંજે લગભગ 4.30 વાગ્યે ગુંબજનો એક ભાગ ધરાશાયી થયો હોવાની જાણ થઈ હતી. 11 લોકોને બચાવી લેવાયા છે. હજુ આઠથી નવ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ સ્મારક 16મી સદીના મધ્યભાગનો મકબરો છે. આ જગ્યાએ પ્રવાસીઓનો વધુ ધસારો રહ નું સમાધિસ્થાન છે, જ્યાં પ્રવાસીઓ વારંવાર મુલાકાત લે છે.

આ સમાચાર શેર કરો