મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ આવતા અઠવાડિયે થઇ શકે છે જાહેર

ચૂંટણી પંચે ઇલેક્ટોરલ કોલેજના નામને ફાઇનલ કરી દીધા છે એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ આવતા અઠવાડિયે થઇ શકે છે જાહેર

ચૂંટણી પંચે ઇલેક્ટોરલ કોલેજના નામને ફાઇનલ કરી દીધા છે એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપનારા સાંસદોની યાદી તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પંચ અનુસાર, લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા તેમજ નોમિનેટેડ સાંસદ મત આપશે. ચૂંટણી પંચ અનુસાર, આવતા અઠવાડિયે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત થઇ શકે છે.

ચૂંટણી પંચ નોટિફિકેશન જાહેર કરી નોમિનેશન અને ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચે ચૂંટણી મંડળની રચના કરી છે, જેનો અર્થ એ છે કે હવે તેમાં કોઈ નવો સભ્ય ઉમેરવામાં આવશે નહીં. આ ચૂંટણી મંડળ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે રાજ્યસભાના મહાસચિવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. નોંધનીય છે કે સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું ગણિત

લોકસભાના 543 સભ્ય અને રાજ્યસભાના 245 સભ્ય (કૂલ 788 સભ્ય) મતદાન કરે છે. રાજ્યસભામાં ભાજપના 99 સાંસદ છે જ્યારે સહયોગી દળના જોડીયે તો આ સંખ્યા 129 થાય છે. લોકસભામાં ભાજપના એકલાના 240 સાંસદ સાથે સૌથી મોટી તાકાત છે. NDAના મળીને આ આંકડો 293 થાય છે. બીજી તરફ લોકસભામાં વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસના 99 સાંસદ છે અને તેમાં બે અપક્ષ સાંસદોનું સમર્થન છે. આ રીતે તેમની પાસે કૂલ 101 સાંસદ છે. સદનમાં વિપક્ષી જૂથના સાંસદોની સંખ્યા 235 છે. રાજ્યસભામાં કોંગ્રેસ પોતાના 27 સાંસદો સાથે I.N.D.I.A ગઠબંધનના 77 સાંસદોનો ભાગ છે.

આ સમાચાર શેર કરો