મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાતમાં એલન મસ્ક Teslaનો પ્લાન્ટ નાખી શકે?, ફેક્ટરી માટે જમીન શોધવા માટે ટીમ ભારત આવશે

ભારત સરકારે કેટલાક દિવસ પહેલા પોતાની નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી (EV Policy)ની જાહેરાત કરી હતી. તે બાદ દિગ્

ગુજરાતમાં એલન મસ્ક Teslaનો પ્લાન્ટ નાખી શકે?, ફેક્ટરી માટે જમીન શોધવા માટે ટીમ ભારત આવશે

ભારત સરકારે કેટલાક દિવસ પહેલા પોતાની નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી (EV Policy)ની જાહેરાત કરી હતી. તે બાદ દિગ્ગજ EV કંપની ટેસ્લા (Tesla)ના ભારત આવવાની સંભાવના પર મોહર લાગી ગઇ હતી. હવે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પાક્કી થઇ ગઇ છે. એપ્રિલના અંતમાં ટેસ્લા તરફથી એક ટીમ ભારત આવવાની છે. આ ટીમનું કામ ભારતમાં પ્લાન્ટ લગાવવા માટે સૌથી સારી જગ્યા શોધવાનું હશે. આ ટીમની નજર ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ પર સૌથી વધારે છે.

2થી 3 અબજ ડૉલરનો પ્લાન્ટ લગાવશે Tesla

એલન મસ્કની ટેસ્લાએ લગભગ 2થી 3 અબજ ડૉલરનો પ્લાન્ટ ભારતમાં બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને જમીન પર ઉતારવા માટે એક ટીમ એપ્રિલના અંતમાં ભારત આવશે. દિગ્ગજ ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લાની આ ટીમ કેટલાક રાજ્યનો પ્રવાસ કરીને પ્લાન્ટ માટે જમીન શોધશે. ટેસ્લાની પ્રાથમિકતા તે રાજ્ય છે જ્યા પહેલાથી જ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે.

સાણંદ નજીક પ્લાન્ટ નાખી શકે છે Tesla

ટાટા કાર પ્રોજેક્ટ બાદ સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે વિશ્વની ટોપની માઇક્રોન કંપનીને પણ ચિપ્સ માટે સાણંદ નજીક જ જમીન ફાળવી દેવામાં આવી છે. સેમિકન્ડકટર પ્રોજેક્ટ શરૂ થઇ ચૂક્યો છે. હવે ટેસ્લા કાર પ્રોજેક્ટ પણ સાણંદ નજીક શરૂ થાય તે જોતાં આ વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ વિકસીત થશે તે નક્કી છે.

માર્ચમાં ભારતની EV પોલિસી જાહેર થઇ હતી

ભારત સરકારે આ વર્ષે માર્ચમાં નવી EV પોલિસીની જાહેરાત કરતા કહ્યું હતું કે જો કોઇ કંપની દેશમાં 50 કરોડ ડૉલરનું રોકાણ કરે છે અને ત્રણ વર્ષમાં ભારતમાં પ્રોડક્શન શરૂ કરે છે તો તેને ઇમ્પોર્ટ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. ટેસ્લાએ ગત વર્ષે જુલાઇમાં કહ્યું હતું કે તે ભારતમાં લગભગ 24 હજાર ડૉલરની કિંમત ધરાવતી EV કાર બનાવવા માંગે છે. ગત વર્ષે જૂનમાં ટેસ્લાના CEO એલન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી.

આ સમાચાર શેર કરો