મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 7 લોકોના મોત, પાંચ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓએ બિન સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. આ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 7 લોકોના મોત, પાંચ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓએ બિન સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 લોકોના મોત થયા છે.  હુમલા બાદ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

પ્રારંભિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. હાલ સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડી પાડવા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. 

TRFએ આતંકી હુમલાની જવાબદારી લીધી

મળતી માહિતી મુજબ આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. TRFએ લશ્કર-એ-તૈયબાની શાખા છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમાલાને વખોડી કાઢ્યો

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમાલાને વખોડી કાઢ્યો છે. પીડિત પરિવારોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.  'સોનમર્ગ વિસ્તારમાં બિન સ્થાનિક મજૂરો પર આતંકવાદી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે જ્યારે બે-ત્રણ લોકો ઘાયલ થયા છે. 

આ અગાઉ બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને કરાઈ હતી હત્યા 

ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરે આતંકીઓએ શોપિયાંમાં એક બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ સમાચાર શેર કરો