મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

J-K: રાજૌરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલાને સુરક્ષાદળોએ બનાવ્યો નિષ્ફળ, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ આર્મી કેમ્પને નિશાન બનાવ્યું છે. આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હત

J-K: રાજૌરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલાને સુરક્ષાદળોએ બનાવ્યો નિષ્ફળ, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ આર્મી કેમ્પને નિશાન બનાવ્યું છે. આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. આતંકી હુમલામાં સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. આતંકવાદીઓએ રાજૌરીના એક દૂરના ગામમાં સ્થિત આર્મી કેમ્પને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો હતો.

રેઝિસ્ટન્સ ફ્રન્ટ, પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ, કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ જેવા નામો બાદ હવે કાશ્મીર ટાઈગર્સ નામનો ઉપયોગ આતંકી સંગઠનો સુરક્ષા દળો પર હુમલાની જવાબદારી લેવા માટે કરી રહ્યા છે.

જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનો સુરક્ષા દળોની તપાસને પ્રભાવિત કરવા માટે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ આતંકી સંગઠનોએ આવી રણનીતિ અપનાવી છે.

છેલ્લા એક મહિનામાં આતંકવાદી હુમલા ક્યારે થયા?


રિયાસીમાં બસ પર હુમલો થયો

માતા વૈષ્ણોદેવી મંદિરે શ્રદ્ધાળુઓને લઈ જતી 53 સીટર બસ પર કટરાના રિયાસી વિસ્તારમાં 9 જૂનની સાંજે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી બસ ખાઈમાં પડી હતી, જેમાં એક સગીર સહિત 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. બસમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા.

કઠુઆમાં એક જવાન શહીદ

11 જૂને જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. આ પછી, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. કઠુઆ જિલ્લાના ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૈદા સુખલ ગામમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોના ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો.

ડોડામાં એક આતંકવાદીને ઠાર માર્યો

12 જૂને, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આર્મીના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર ગોળીબાર કર્યો. આ દરમિયાન સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો. આ સાથે એક નાગરિક પણ ઘાયલ થયો હતો. રિયાસી અને કઠુઆ પછી ત્રણ દિવસમાં જમ્મુ વિસ્તારમાં આ ત્રીજો આતંકવાદી હુમલો હતો.

કુલગામમાં એન્કાઉન્ટરમાં 2 સૈનિકો શહીદ

જમ્મુ અને કાશ્મીરના કુલગામના બે ગામોમાં 6 જુલાઈના રોજ થયેલા એન્કાઉન્ટરમાં 2 સૈનિકો શહીદ થયા હતા. આમાંથી એક એન્કાઉન્ટર કુલગામ નજીક ચિનીગામમાં અને બીજું ઓપરેશન મોદરગામ ગામમાં થયું હતું. ફાયરિંગમાં લાન્સ નાઈક પ્રદીપ નૈન (પેરા કમાન્ડો) અને આરઆર હવાલદાર રાજ કુમાર શહીદ થયા હતા.

રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો

7મી જુલાઈએ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સેનાનો જવાન ઘાયલ થયો હતો. જોકે, આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

કઠુઆમાં સેનાના વાહન પર થયો હતો હુમલો

8 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓએ આતંકી હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ સાંજે સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બેથી ત્રણ આતંકવાદીઓએ આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.


નૌશેરામાં આતંકવાદીઓ કરી હતી પીછે હઠ

10 જુલાઈના રોજ, આતંકવાદીઓએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ આતંકવાદીઓના એક જૂથે રાત્રે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા અને પાછળની તરફ ભાગી જવું પડ્યું હતું.


16મી જુલાઈએ નૌશેરામાં ફરી હુમલો થયો

10મી જુલાઈના રોજ આતંકવાદીઓએ નૌશેરામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જો કે તે નિષ્ફળ ગયો. પરંતુ 16 જુલાઈના રોજ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને એક પોલીસકર્મી પણ શહીદ થયા હતા.

આ સમાચાર શેર કરો