નવી શિક્ષણનીતિ મુદ્દે કેન્દ્ર અને સ્ટાલિન સરકાર વચ્ચે વધ્યો ગ્રજગ્રાહ, 10 હજાર કરોડ આપે તો પણ નહીં કરીએ સ્વીકાર
લોકસભામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુદ્દો વિવાદ પકડી રહ

લોકસભામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુદ્દો વિવાદ પકડી રહ્યો છે. ડીએમકેની આગેવાની હેઠળની તમિલનાડુ સરકાર તેનો સતત વિરોધ કરી રહી છે અને શાસક પક્ષ તેના પર આ બાબતને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવાનો આરોપ મૂકી રહ્યુ છે, કારણ કે તમિલનાડુમાં આગામી વર્ષે ચૂંટણી છે. લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુદ્દો જ છવાયેલો રહ્યો. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નિવેદનનો ડીએમકેના સાંસદોએ આકરો વિરોધ કર્યો. તેને કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષનું પણ સમર્થન મળ્યું હતું.
તમિલનાડુ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)ને લઈને ક્યારેય સંમતિ દર્શાવી હતી કે નહી
લોકસભામાં ગરમાગરમ ચર્ચા તેને થઈને થવા લાગી કે તમિલનાડુ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)ને લઈને ક્યારેય સંમતિ દર્શાવી હતી કે નહી. ડીએમકે તેનો આકરો વિરોધ કરી રહ્યુ છે. બીજી બાજુએ ભાજપનો દાવો છે કે ડીએમકે આ બધુ ફક્ત ચૂંટણી માટે કરી રહ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે યુ ટર્ન લેનારુ ડીએમકે અપ્રામાણિક છે અને તે તમિલનાડુના બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કર્ણાટકમાં અને હિમાચલમાં કોંગ્રેસની સરકારો સંમત થઈ ગઈ છે તો ડીએમકે હવે કેમ ફરી રહ્યુ છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ડીએમકેના સાંસદ ટી સુમતિએ જણાવ્યું હતું કે એનઇપીનો સ્વીકાર ન કરવાના કારણે પીએમશ્રી યોજના હેઠળ તમિલનાડુને ફાળવવામાં આવનારી બે હજાર કરોડ રુપિયાની રકમ બીજા રાજ્યોને આપી દેવામાં આવી છે.
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો હતો કે એક સમય હતો જ્યારે તમિલનાડુ સરકાર કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે સહીસિક્કા કરવા તૈયાર હતી. તમિલનાડુના શિક્ષણ મંત્રી કેટલાક સભ્યો સાથે આવ્યા હતા અને સંમતિ પણ વ્યક્ત કરી હતી. મારી જાણકારી છે ત્યાં સુધી તો સીએમ સ્ટાલિન પોતે એનઇપીનો સ્વીકાર કરવા માંગે છે, પરંતુ ભવિષ્યમાં મુખ્યમંત્રી બનવા માંગતા કેટલાક લોકો તેમને રોકી રહ્યા છે.
થ્રીલેન્ગવેજ ફોર્મ્યુલાની નીતિ તમિલનાડુને સ્વીકાર્ય નથી
ડીએમકેના સાંસદ કનિમોઝીએ જણાવ્યું હતું કે થ્રીલેન્ગવેજ ફોર્મ્યુલાની નીતિ તમિલનાડુને સ્વીકાર્ય ન હતી અને તમિલનાડુ સરકારે તેને ક્યારયે સ્વીકારી નથી. સીએમ સ્ટાલિને પણ લોકસભામાં થયેલી ચર્ચાને લઈને શિક્ષણમંત્રી પ્રધાન પર નિશાન સાધીને જણાવ્યું હતું કે તેઓ પોતાને રાજા સમજી અહંકારની ભાષામાં વાત કરે છે. તેમને તેમની જીભ પર અંકુશ રાખવા પણ જણાવ્યું. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે ડીએમકે ચૂંટણી જીતવા લોકોની ભાવના ભડકાવી રહી છે. તમિલ જૂની ભાષા છે, પરંતુ સંસ્કૃત તેનાથી પણ જૂની ભાષા છે. દેશના કોઈપણ મંદિરમાં જાવ, ત્યાં પૂજા સંસ્કૃતમાં જ થાય છે. તમિલનાડુમાં આગામી વર્ષે ચૂંટણી છે અને ત્યાં શાસક પક્ષ હિન્દીના વિરોધને હવા આપી શકે છે. વાસ્તવમાં આ શાસક પક્ષ હિન્દી વિરોધના આધારે સત્તા પર આવ્યો હતો.








