VIDEO: ઘણી જગ્યાએ સ્ટ્રોંગ રૂમના CCTV બંધ કેમ? તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં આવતી કાલે મતદાન થવાનું છે. પ્રથમ તબક

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં આવતી કાલે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના વોટિંગ બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં લોક કરી દેવાયા છે. ત્યારે તેજસ્વી યાદવે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ હોવાનો આક્ષેપ કર્યો છે. વૈશાલી જિલ્લાના હાજીપુર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં વિવિધ વિધાનસભા મતવિસ્તારોના સીસીટીવી કેમેરા એક પછી એક બંધ કરવામાં આવે છે. મધ્યરાત્રિએ એક પિકઅપ વાન પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે.
RJDએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, દેશનો સૌથી મોટો વોટ ઠગ ઘણા દિવસોથી પ્રચારના આડમાં બિહારમાં ધામા નાખીને બેઠો છે. ચૂંટણી પંચના અધિકારીઓ તેને તેની હોટલમાં રિપોર્ટ કરે છે. દિલ્હીથી સૌથી મોટો ઠગ આવીને ગોદી મીડિયાની મદદથી લોકોનું ધ્યાન ભટકાવવા બકવાસ કરે છે. પરંતુ આ વખતે બિહાર આ બે બહારના લોકો તેને સખત પાઠ ભણાવશે. આ બે બહારના લોકો ગણતંત્રનની જનની બિહારથી જ લોકતંત્રને ખતમ કરવા માગે છે. બિહારીઓ આવું ક્યારેય નહીં થવા દે.
આરજેડીએ ચૂંટણી પંચને ચોર આયોગ કરીને સખ્ત સવાલો કર્યા છે. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ બધું લોકશાહીના ચોરો અને લૂંટારાઓ કે જેણે બહારથી આવીને બિહારમાં ધામાં નાંખ્યા છે. તેમના ઈશારે થઈ રહ્યું છે. RJDએ મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ પાસેથી તાત્કાલિક જવાબ અને સ્પષ્ટતાની માંગ કરી છે.
હાજીપુરમાં સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ જોવા મળ્યા
થોડા કલાકો પહેલા જ આરજેડીએ બીજો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વૈશાલી જિલ્લાના હાજીપુરમાં સ્થિત સ્ટ્રોંગ રૂમમાં વિવિધ વિધાનસભા મતવિસ્તારોના સીસીટીવી કેમેરા એક પછી એક બંધ કરવામાં આવ્યા હતા. આરજેડીએ કહ્યું હતું કે રાત્રે મધ્યમાં સ્ટ્રોંગ રૂમમાં પિકઅપ વાન પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. ચૂંટણી પંચે આનો જવાબ આપવો જોઈએ.






