મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અબ કી બાર તેજસ્વી સરકાર', રેલીમાં નારો લાગતા જ ભડક્યા તેજ પ્રતાપ; કહ્યું- ફાલતું વાત ના કરો

બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બિહારમ

'અબ કી બાર તેજસ્વી સરકાર', રેલીમાં નારો લાગતા જ ભડક્યા તેજ પ્રતાપ; કહ્યું- ફાલતું વાત ના કરો

બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બિહારમાં નેતાઓ સતત સભાઓ અને પ્રવાસ કરી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવની સભામાં એક ઘટના બની હતી જેને સૌને ચોકાવી દીધા છે. 

એક શખ્સે જહાનાબાદમાં સભા દરમિયાન- અબ કી બાર તેજસ્વી સરકારનો નારો લગાવ્યો હતો. આ વાત સાંભળીને તેજ પ્રતાપ યાદવ ભડકી ગયા હતા. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે અહીં બકવાસ ના કરો. સરકાર જનતા બનાવે છે, કોઇ વ્યક્તિ વિશેષ નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

તેજ પ્રતાપ ભડક્યા

તેજ પ્રતાપ યાદવે કહ્યું, 'અહીં ફાલતુ વાત ના કરો, તમે RSSના છો કે શું? પોલીસ તમને પકડીને લઇ જશે, અહીં ફાલતુ વાત ના કરો. જનતાની સરકાર રહે છે કોઇ વ્યક્તિ વિશેષની સરકાર નથી રહેતી. જે ઘમંડમાં રહેશે તે જલદી તૂટી જશે, નાટક કરવાથી રોજગાર નથી મળતો. આ વાત ધ્યાનમાં રાખો.'

મને ભગવાને વધુ એક તક આપી- તેજ પ્રતાપ

તેજ પ્રતાપ યાદવે કહ્યું, 'તે લોકોના ઝાંસામાં ના આવો જે ટીમ તેજ પ્રતાપ યાદવને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોઇએ મને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ ભગવાને મને વધુ એક તક આપી. જે પોતાનું નથી થયો તે જનતાનો શું થશે, માટે અમે લોકોએ શરૂઆતથી જ કહ્યું છે કે અમને કોઇને પદની લાલચ નથી,અમને મુખ્યમંત્રી બનવાની લાલચ નથી. તમે જોયું હતું કે કઇ રીતે શ્રીરામ ચંદ્રને વનવાસ થયો હોત. બધા લોકો જાણે છે. 

લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપને પાર્ટીમાંથી કાઢી મુક્યા

મેમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે વ્યક્તિગત આચરણ અને નૈતિક મૂલ્યોમાં કમીને કારણે પોતાના મોટા પુત્રને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને પરિવારમાંથી પણ બહાર કરી દીધા હતા. લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, અંગત જીવનમાં નૈતિક મૂલ્યોને નજરઅંદાજ સામાજિક ન્યાય અમારા સામુહિક સંઘર્ષને નબળો બનાવે છે. મારા મોટા પુત્રના કાર્ય,સાર્વજનિક આચરણ અને બિનજવાબદાર વ્યવહાર અમારા પરિવારના સિદ્ધાંતોને અનુરૂપ નથી, માટે આ પરિસ્થિતિમાં હું તેને પાર્ટી અને પરિવારમાંથી બહાર કરી રહ્યો છું. તેજ પ્રતાપ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો