સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન દિવ્યા ગૌતમ લડશે બિહાર વિધાનસભાની ચૂંટણી, દિઘા બેઠક પરથી મળી ટિકિટ
હાલ દેશમાં બિહાર વિધાનસભાની ચર્ચા ચારેકોર છે.

હાલ દેશમાં બિહાર વિધાનસભાની ચર્ચા ચારેકોર છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન દિવ્યા ગૌતમ પણ આ ચૂંટણી લડવા જઈ રહી છે.
દિઘા બેઠક પરથી ચૂંટણીના મેદાને ઉકરશે દિવ્યા ગૌતમ
દિવ્યા ગૌતમ દિઘા બેઠક પરથી 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તેને CPI (ML)એ પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. દિવ્યાએ શૈક્ષણિક અને રાજકીયમાં પણ આમ, બંને રીતે પોતાને સાબિત કરી છે. પટના યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક થયા પછી, તેણે વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.
વિદ્યાર્થી સંઘ પ્રમુખની પણ ચૂંટણી લડી
2012માં તેમણે AISA ટિકિટ પર વિદ્યાર્થી સંઘ પ્રમુખની ચૂંટણી લડી અને બીજા સ્થાને રહી. આ સિવાય દિવ્યાએ 64મી BPSC પરીક્ષા પાસ કરીને સરકારી ભરતી માટે લાયકાત મેળવી, પરંતુ તેણે સરકારી નોકરી જોઈન ના કરી હતી. તે હાલમાં UGC-NET લાયક છે અને પીએચડી કરી રહી છે.
મહાગઠબંધનમાં હલચલ મચી
દિવ્યાનું આ રાજકીય પગલું, મહાગઠબંધનમાં હલચલ મચાવી રહ્યું છે. 2020માં ભાજપના સંજીવ ચૌરસિયાએ દિઘા બેઠક જીતી હતી, પરંતુ હવે દિવ્યા આ બેઠક પર મહાગઠબંધનની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. તેમના નામની જાહેરાત રાજકીય સમીકરણો બદલી શકે છે અને આ બેઠક ચૂંટણી દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.








