મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી-NCRમાં GRAP-1 પ્રતિબંધ લાગુ: 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન પણ નહીં ચલાવી શકાય

દિલ્હી-NCRમાં દિવાળી પહેલા GRAPનો સ્ટેજ 1 લાગુ કરવામાં આવ્યો છે. પ્રદૂષણનું સ્તર ખરાબ શ્રેણીમાં રહેવાને કારણે આ નિર્ણય લેવો

દિલ્હી-NCRમાં GRAP-1 પ્રતિબંધ લાગુ: 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન પણ નહીં ચલાવી શકાય

દિલ્હી-NCRમાં દિવાળી પહેલા GRAPનો સ્ટેજ 1 લાગુ કરવામાં આવ્યો છે. પ્રદૂષણનું સ્તર ખરાબ શ્રેણીમાં રહેવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. દિલ્હી-NCRમાં પ્રથમ તબક્કાનો પ્રતિબંધ રહેશે જેની હેઠળ લાકડા અને કચરો સળગાવી નહીં શકાય. બાંધકામ સ્થળો પર પણ સાવચેતી રાખવી પડશે. 

CAQM અનુસાર દિલ્હીનું પ્રદૂષણ સ્તર 211 અને ખરાબ શ્રેણીમાં હતું. અનુમાન છે કે આગામી દિવસોમાં પ્રદૂષણ સ્તર ખરાબ શ્રેણીમાં જ રહેશે. દિલ્હીમાં AQIનું લેવલ 200ની પાર થયું છે.

દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ખરાબ

  • ગ્રેપ-1 હેઠળ દિલ્હી-NCRમાં એન્ટી સ્મોગ ગનનો પ્રયોગ શરૂ કરવામાં આવશે. તમામ બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણના પગલાંનું પાલન કરવું જરૂરી છે.
  • 500 વર્ગમીટર કરતા મોટા પ્રોજેક્ટ માટે ડસ્ટ મેનેજમેન્ટ પ્લાનનું પણ પાલન કરવું જરૂરી છે.
  • કચરો, પત્તા અને અન્ય વસ્તુઓને ખુલ્લામાં સળગવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
    રસ્તાની બાજુમાં આવેલા ફૂડ સ્ટોલ અને કોમર્શિયલ રસોડામાં કોલસો અથવા લાકડાના બળતણનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
  • હોટલ,રેસ્ટોરન્ટ અને ખુલ્લામાં ભોજન બનાવવાના વીજળી, ગેસ કે અન્ય સ્વચ્છ ઇંધણનો જ ઉપયોગ કરી શકશે.
  • ડીઝલ જનરેટરોનો ઉપયોગ લિમિટેડ કરવામાં આવ્યો છે. માત્ર જરૂરી અથવા ઇમરજન્સી સ્થિતિમાં જ ડીઝલ જનરેટરનો ઉપયોગ કરી શકાશે.
  • એવા વાહનો જે પ્રદૂષણ ફેલાવે છે તેમને દંડ ફટકારવામાં આવશે અથવા તેમને ડિટેઇન કરવામાં આવશે.
  • ટ્રાફિક નિયંત્રણ હેઠળ, મુખ્ય ચોકડીઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ડ્રાઇવરોને રેડ સિગ્નલ થવા પર તેમના એન્જિન બંધ કરવાની સૂચના આપવામાં આવશે.
  • 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર દિલ્હી-NCRમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  •  જ્યા સુધી શક્ય હોય તો હાઇબ્રિડ અથવા ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરો.
  • 311 એપ, ગ્રીન દિલ્હી એપ, સમીર એપના માધ્યમથી વાયુ પ્રદૂષણકારી ગતિવિધિઓને રિપોર્ટ કરો.
  • ઝાડ ઊંગાડો અને હરિયાળી વધારો
  • ફટાકડા ફોડવાથી બચો, પર્યાવરણને અનુકૂળ તહેવાર મનાવો.

આ સમાચાર શેર કરો