Bihar Election: તેજસ્વી યાદવ વિરૂદ્ધ નહીં લડે પ્રશાંત કિશોર, જનસુરાજે રાધોપુરથી ઉમેદવાર જાહેર કર્યો
આવનારા દિવસોમાં બિહારની 243 વિધાનસભા બેઠકો

આવનારા દિવસોમાં બિહારની 243 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે થશે, જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ પહેલા આજે મોટી જાહેરાત થઈ છે.
જનસુરાજ પાર્ટીએ તેજસ્વી યાદવની રાધોપુર બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પ્રશાંત કિશોર પોતે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા નથી. જનસુરાજે ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. આનો અર્થ એ થયો કે પ્રશાંત કિશોર હવે ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે, કારણ કે શરૂઆતમાં તેઓ રોહતાસ જિલ્લાના કરગહર અને વૈશાલી જિલ્લાના રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી અટકળો વહેતી થઈ હતી. નોંધનીય છે કે જનસુરાજે આ બંને બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.




