મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ડ્યૂટી ના સોંપો, જંગલમાં લાગેલી આગ પર કોર્ટે સરકારને ફટકાર લગાવી

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ

વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ડ્યૂટી ના સોંપો, જંગલમાં લાગેલી આગ પર કોર્ટે સરકારને ફટકાર લગાવી

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી. કોર્ટે ઉત્તરાખંડ સરકારની રાજ્ય સરકારને અપૂરતા ફંડ અને લોકસભા ચૂંટણી 2024ની ફરજ માટે વન વિભાગના અધિકારીઓની નિયુક્તિ માટે ટીકા કરી હતી.

આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉત્તરાખંડ સરકારે જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવા ગંભીરતા અને તત્પરતા દાખવવી જોઈએ. આ બાબતે રાજ્ય સરકારનું વલણ ત્વરિત કાર્યવાહી દર્શાવતું નથી. વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી અને ચારધામ યાત્રાથી અલગ રાખવા જોઈએ. અમે ચૂંટણી પંચને પણ નિર્દેશ આપીએ છીએ કે રાજ્યોમાં વન વિભાગના કર્મચારીઓ અને વાહનોને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વન વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી થવી જોઈએ.

મુખ્ય સચિવને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવા ફરમાન

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. 17મી મેના રોજ યોજાનારી આગામી સુનાવણીમાં મુખ્ય સચિવે કોર્ટમાં હાજર રહીને ઉત્તરાખંડમાં ફાયર વિભાગમાં ખાલી જગ્યા ન ભરવાના કારણો અને ત્યાં આગ ઓલવવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું - ખાલી જગ્યાઓ પર ભરતી ક્યારે થશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત સરકારે રૂ. 9.23 કરોડ મંજૂર કર્યા હતા, જેનો ઉપયોગ જંગલ સિવાયની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લગભગ રૂ. 6 કરોડની બાકીની રકમ રાજ્ય સરકારને આપવી જોઈએ. તેમજ કોર્ટે કહ્યું હતું કે, "રાજ્ય સરકાર જણાવે કે વન વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તેમની ભરતી ક્યારે થશે? અમે જોયું છે કે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હોવા છતાં ફંડ મળ્યું નહીં, કર્મચારીઓ અને વાહનો પણ ન મળ્યા અને આગ સતત વધી રહી હતી."

આ સમાચાર શેર કરો