દિલ્હી: શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોના મુદ્દા પર તરત સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
દિલ્હીના શંભુ બોર્ડર પર પ્રદર્શનકરી રહેલા ખેડૂતોના મુદ્દા પર સુપ્રી

દિલ્હીના શંભુ બોર્ડર પર પ્રદર્શનકરી રહેલા ખેડૂતોના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે હરિયાણા-પંજાબ વચ્ચે શંભુ બોર્ડર અને પંજાબના બીજા હાઇવે ખોલવાની માંગને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.
ખેડૂત આંદોલનને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. આ ઉપરાંત, આ નેશનલ હાઈવે એક્ટ અને ભારતીય ન્યાયિક સંહિતા એટલે કે BNS હેઠળ પણ ગુનો છે. આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને વિરોધ કરી રહેલા ખેડૂતોને હાઈવે પરથી હટાવવાનો નિર્દેશ આપે.
શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા અંગે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે.પિટિશનમાં આંદોલનકારી ખેડૂતો દ્વારા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે ટ્રેકને અવરોધિત કરવામાં ન આવે.
ખેડૂતો MSP સહિતની માંગને લઇને કરી રહ્યાં છે પ્રદર્શન
ખેડૂતોના આંદોલનના ભાગરૂપે છેલ્લા 300 દિવસથી શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ 'દિલ્લી ચલો' માર્ચ અંતર્ગત દિલ્હી તરફ કૂચ કરી હતી.લઘુત્તમ ટેકાના ભાવ સિવાય ખેડૂતો તેમની અન્ય તમામ માંગણીઓ સંતોષવા માટે વિરોધ કરવા દિલ્હી જવા તૈયાર છે. ખેડૂતો પર પહેલા પોલીસે ફૂલોનો વરસાદ કર્યો હતો અને પછી ટિયરગેસના સેલ છોડીને તેમને વેર વિખેર કરી નાખ્યા હતા. કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોને ઇજા થઇ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.








