મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેદીને તેની જાતિના આધારે કામ આપવું ગેરબંધારણીય, તમામ રાજ્ય જેલ મેન્યુઅલમાં બદલાવ કરે- સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે જેલમાં જાતિના આધાર પર ભેદભાવને લઇને દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર ચુકાદો સંભળાવ

કેદીને તેની જાતિના આધારે કામ આપવું ગેરબંધારણીય, તમામ રાજ્ય જેલ મેન્યુઅલમાં બદલાવ કરે- સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે જેલમાં જાતિના આધાર પર ભેદભાવને લઇને દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાં કોઇ પણણ કેદી સાથે તેની જાતિના આધાર પર ભેદભાવ કરી શકાતો નથી. કોર્ટે કહ્યું કે જેલમાં રસોઇ અને સફાઇના કામને જાતિના આધાર પર વહેંચવું ખોટું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સફાઇનું કામ માત્ર નીચલી જાતિના કેદીઓને આપવું અને ભોજન બનાવવાનું કામ ઊંચી જાતિને આપવું આર્ટિકલ 15નું ઉલ્લંઘન છે. કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જેલ મેન્યુઅલમાં બદલાવ કરવાના આદેશ આપ્યા છે.

જેલ મેન્યુઅલમાં બદલાવના આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ તમામ જાતિઓને સમાન અધિકાર આપે છે. જો જેલમાં જ આનું ઉલ્લંઘન થશે તો તે પરસ્પર દુશ્મનાવટ પેદા કરશે. જેલોમાં બનાવેલ આ નિયમ નાબૂદ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જેલ મેન્યુઅલમાં કેદીઓની જાતિ સંબંધિત વિગતો જેવા સંદર્ભો ગેરબંધારણીય છે. આ સાથે દોષિત કે અન્ડરટ્રાયલ કેદીઓના રજિસ્ટરમાંથી જાતિ કોલમ હટાવી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જેલોમાં જાતિ આધારીત ભેદભાવના મુદ્દા પર સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તમામ રાજ્યોને આ નિર્ણયના પાલનનો રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

3 મહિનામાં રિપોર્ટ સોપવામાં આવે

સુપ્રીમ કોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી બાદ આ ચુકાદો આપ્યો છે. આ નિર્ણય CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જાતિ ભેદભાવ વિરૂદ્ધ લડાઇ રાતોરાત લડવામાં નથી આવતી. કોર્ટે કહ્યું કે તે જેલમાં આવા ભેદભાવની ઘટના પર ખુદ સંજ્ઞાન લે છે. કોર્ટે કહ્યું કે રજિસ્ટ્રીનો આદેશ આપવામાં આવે છે કે ત્રણ મહિના બાદ જેલની અંદર ભેદભાવ વિશે લિસ્ટ કરો અને રાજ્યની કોર્ટ સામે આ નિર્ણયનો રિપોર્ટ રજૂ કરે.

આ સમાચાર શેર કરો