મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સુપ્રીમ કોર્ટે બનાવી નેશનલ ટાસ્ક ફોર્સ, જાણો કોણ છે 10 સભ્ય અને શું કામ કરશે ટીમ

કોલકાતામાં 9 ઓગસ્ટે જૂનિયર ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસ બાદ તબીબોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છ

સુપ્રીમ કોર્ટે બનાવી નેશનલ ટાસ્ક ફોર્સ, જાણો કોણ છે 10 સભ્ય અને શું કામ કરશે ટીમ

કોલકાતામાં 9 ઓગસ્ટે જૂનિયર ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસ બાદ તબીબોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. કોલકાતાથી લઇને દેશભરમાં પીડિતાને ન્યાય અપાવવા અને મહિલાઓની સુરક્ષાની માંગને લઇને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ હતી જેમાં સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

ટાસ્ક ફોર્સ શું કામ કરશે?

CJIએ કહ્યું કે એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે જે દેશભરના ડૉક્ટરની સુરક્ષા પર પોતાના સૂચન આપશે. અમે આખી ઘટના પર નજર રાખીશું. ડૉક્ટરના વર્કસ્પેસમાં સુરક્ષા વધારવા માટે દેશભરમાંથી 10 લોકોની ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ પહેલ વર્કસ્પેસમાં સુરક્ષાને વધારવા અને આ રીતની ઘટના ફરી સામે ના આવે તેના માટે કરવામાં આવી રહી છે.

નેશનલ ટાસ્ક ફોર્સમાં આ લોકોની નિમણૂક

  • સુપ્રીમકોર્ટે આ ટાસ્ક ફોર્સની કમાન એક મહિલાને જ સોપવામાં આવી છે. નૌસેના માટે મેડિકલ સેવાની ડાયરેક્ટર જનરલ એડમિરલ આરતી સરીન કરશે.
  • ડૉ ડી નાગેશ્વર રેડ્ડી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને AIG હોસ્પિટલ્સ, હૈદરાબાદ;
  • ડૉ એમ શ્રીનિવાસ, ડાયરેક્ટર, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હી;
  • ડૉ. પ્રતિમા મૂર્તિ, ડાયરેક્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ (NIMHANS), બેંગલુરુ;
  • ડૉ. ગોવર્ધન દત્ત પુરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, જોધપુર;
  • એફ. ડૉ. સૌમિત્ર રાવત, ઇન્સ્ટિટ્યૂટ ઑફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, જીએલ અને એચપીબી ઓન્કો-સર્જરી અને લીવરના અધ્યક્ષ, ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ મેમ્બર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હી
  • મેમ્બર, કોર્ટ ઓફ એક્ઝામિનર્સ, રોયલ કોલેજ ઓફ સર્જન્સ, ઈંગ્લેન્ડ;
  • પ્રોફેસર અનિતા સક્સેના, વાઇસ ચાન્સેલર, પંડિત બીડી શર્મા મેડિકલ યુનિવર્સિટી, રોહતક. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીમાં એકેડેમિક્સના ભૂતપૂર્વ ડીન, ચીફ-કાર્ડિયોથોરાસિક સેન્ટર અને કાર્ડિયોલોજી વિભાગના વડા એચ. ડો. પલ્લવી સાપલે, ડીન, ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જેજે ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, મુંબઈ; અને આઈ. પદ્મા શ્રીવાસ્તવ, ન્યુરોલોજી વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. એઈમ્સ દિલ્હી. હાલમાં પારસ હેલ્થ ગુરુગ્રામ ખાતે ન્યુરોલોજીના અધ્યક્ષ તરીકે કાર્યરત છે.

વધારાના સભ્ય પણ ટીમમાં સામેલ

  • ભારત સરકારના કેબિનેટ સચિવ
  • ભારત સરકારના ગૃહ સચિવ
  • સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય
  • રાષ્ટ્રીય તબીબી આયોગના અધ્યક્ષ
  • રાષ્ટ્રીય પરીક્ષક બોર્ડના અધ્યક્ષ

ટાસ્ક ફોર્સ આ પોઇન્ટ પર બે મહિનામાં રિપોર્ટ સોપશે

  • ઇમરજન્સી રૂમના વિસ્તારમાં વધારાની સુરક્ષાની જરૂરીયાત હોઇ શકે છે?
  • હથિયારોના પ્રવેશ રોકવા માટે બેગેજ સ્ક્રીનિંગની જરૂરીયાત છે.
  • જો કોઇ વ્યક્તિ દર્દી નથી તો તેને એક સમય કરતા વધુ પરવાનગી ના આપવી જોઇએ.
  • ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા
  • ડૉક્ટરો માટે આરામ રૂમ અને ડૉક્ટર, નર્સના આરામ કરવા માટે અલગ અલગ રૂમ હોવા જોઇએ.
  • આવા વિસ્તારમાં બાયોમેટ્રિક્સ અને ચહેરાની ઓળખ થવી જોઇએ.
  • તમામ ક્ષેત્રમાં યોગ્ય પ્રકાશ વ્યવસ્થા, તમામ સ્થળો પર CCTV લગાવવા જોઇએ.
  • તબીબી પ્રોફેશનલ માટે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આવવા જવાની વ્યવસ્થા
  • સમસ્યા અને સંકટ સામે લડવા માટે કાર્યશાળાઓનું આયોજન કરવું.
  • સંસ્થાગત સુરક્ષા ઉપાયોનું ત્રિમાસીક ઓડિટ કરવું જોઇએ.

આ સમાચાર શેર કરો