મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UPની યોગી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, કાવડયાત્રા રૂટ અંગે લીધો આ નિર્ણય

સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. કાવડ યાત્રા રૂટ

UPની યોગી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, કાવડયાત્રા રૂટ અંગે લીધો આ નિર્ણય

સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. કાવડ યાત્રા રૂટની દુકાનો પર દુકાનદારોના નામ લખવાની યોગી સરકારની સૂચનાના અમલ પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ સરકારે યુપી, એમપી અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.

જણાવી દઈએ કે, આજે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા રૂટની નેમ પ્લેટ વિવાદ અંગે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. યુપી સરકારના આદેશને એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ આ કેસની સુનાવણી કરી. અરજદાર વતી એડવોકેટ સીયુ સિંઘ દલીલ કરી હતી.

અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. પોલીસ આવી સૂચનાઓ આપી રહી છે. આવી કવાયતોના કારણે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મુસ્લિમ સમુદાયની ઓળખ સુનિશ્ચિત થઈ શકે અને તેમનો આર્થિક બહિષ્કાર કરી શકાય.  અરજદારના વકિલે કહ્યું કે, આ નિર્ણય 2 રાજ્યોમાં થયો છે અને બે રાજ્યો આનો અમલ કરવાના છે. લઘુમતિ સમુદાય અને દલિતોને અલગ કરવા માટેનો આ પ્રયાસ છે.  

 તેમણે કહ્યું કે એવો કોઈ કાયદો નથી કે જે પોલીસ સત્તાને આવી સૂચનાઓ જારી કરવાની સત્તા આપે. આ સૂચનાઓ માત્ર ઢાબા હોટલ પુરતી મર્યાદિત નથી, આ સૂચનાઓ સ્ટ્રીટ વેન્ડર્સને પણ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે શું સરકારે આ અંગે કોઈ ઔપચારિક આદેશ પસાર કર્યો છે, વકીલે કહ્યું કે સરકાર આડકતરી રીતે તેનો અમલ કરી રહી છે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી. અરજદારે કહ્યું કે હરિદ્વાર પોલીસે તેનો અમલ કર્યો છે. આ જોયા પછી, પોલીસ તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ આમ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં પણ આવી કાર્યવાહીની ચર્ચા છે. અરજદારે કહ્યું કે આ વેચનાર માટે આર્થિક મૃત્યુ સમાન છે.

નેમપ્લેટ વિવાદ પર જસ્ટિસ ભાટીએ કહ્યું કે, આવી બાબતોમાં વિવાદ કરવાનું ટાળવું જોઈએ. આમાં ઘણા પાસાઓ છે. લોકોની સ્વચ્છતા અને ખાદ્ય ધોરણોના પાસાઓ પણ સામેલ છે. આ બધા પણ મહત્વપૂર્ણ છે. તમારી દલીલ એવી છે કે આવા આદેશથી ચોક્કસ વિભાગનો બહિષ્કાર થશે.  

આ સમાચાર શેર કરો