Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Supreme Court allows woman to have abortion'

'કોર્ટ કોઈ મહિલાને તેની સંમતિ વિના માતા બનવા દબાણ ના કરી શકે'; સુપ્રીમે યુવતીને ગર્ભપાતની આપી મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'કોર્ટ કોઈ મહિલાને તેની સંમતિ વિના માતા બનવા દબાણ ના કરી શકે'; સુપ્રીમે યુવતીને ગર્ભપાતની આપી મંજૂરી
સોર્સ : google

સુપ્રીમ કોર્ટે મહિલાના પ્રજનન અધિકારો અને સ્વાયત્તતાને સર્વોપરી માન્ય રાખતા મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. શુક્રવારે, કોર્ટે 18 વર્ષની યુવતીને 30 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી.

App Store

જસ્ટિસ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના તે આદેશને ઉલટાવી દીધો હતો જેમાં ગર્ભપાતને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે એવું પણ સૂચન કર્યું હતું કે, મહિલાએ બાળકને જન્મ આપવો જોઈએ અને પછી તેને દત્તક લેવા માટે છોડી દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અંગે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો કોઈ મહિલા એવું કરવા માંગતી ન હોય તો કોર્ટે તેને ગર્ભાવસ્થા પૂર્ણ કરવા માટે દબાણ કરી શકતી નથી.

શું છે સમગ્ર ઘટના

મુંબઈમાં 17 વર્ષની ઉંમરે યુવતી ગર્ભવતી થઈ હતી. હાલ તે 18 વર્ષ અને ચાર મહિનાની છે. મિત્ર સાથેના સંબંધને કારણે આ ગર્ભાવસ્થા થઈ હતી. કોર્ટે સ્વીકાર્યું કે ગર્ભાવસ્થા ચાલુ રાખવી એ મહિલા માટે અત્યંત માનસિક અને શારીરિક રીતે આઘાતજનક હશે. મેડિકલ બોર્ડના રિપોર્ટમાં જણાવાયું છે કે ગર્ભપાત પ્રક્રિયાથી તેના જીવન માટે કોઈ ગંભીર ખતરો નથી.

કોર્ટના મુખ્ય અવલોકનો

મહિલાના વકીલે દલીલ કરી હતી કે, ગેરકાયદેસર બાળકને જન્મ આપવા સાથે સંકળાયેલ સામાજિક કલંકના કારણે તેણીને ગંભીર માનસિક આઘાત પહોંચાડશે. કોર્ટે સંમતિ આપી હતી કે,  અપીલકર્તાના અધિકારોનું રક્ષણ કરવું હિતાવહ છે, ભલે નિર્ણયમાં વિલંબ થાય. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ એક મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો કે આપણે કોના હિતોને ધ્યાનમાં લેવા જોઈએ? અજન્મેલા બાળક કે જન્મ આપતી માતાના? ન્યાયાધીશ નાગરત્નાએ ચિંતા વ્યક્ત કરી હતી કે, જ્યારે કાનૂની ગૂંચવણોને કારણે ડોકટરો ના પાડે છે ત્યારે સ્ત્રીઓને મજબૂરીમાં ઝોલાછાપ ડોક્ટરો પાસે જવાની ફરજ પડે છે. જે તેના જીવન માટે ખતરનાક છે. 

બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી બેન્ચે જણાવ્યું હતું કે અહીં મુખ્ય મુદ્દો એ છે કે છોકરી ગર્ભાવસ્થા ચાલુ રાખવા માંગતી નથી. કોર્ટે કહ્યું, "આ પ્રશ્ન એ નથી કે સંબંધ સંમતિથી થયો હતો કે નહીં. વાસ્તવિકતા એ છે કે બાળક ગેરકાયદેસર છે અને માતા જન્મ આપવા માંગતી નથી. માતાની પ્રજનન સ્વાયત્તતાનું સન્માન કરવું જોઈએ.

કાયદો શું કહે છે?

ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, એક મહિલા 20 અઠવાડિયા સુધી પોતાના ગર્ભપાતનો નિર્ણય લઈ શકે છે. 20થી 24 અઠવાડિયા વચ્ચે, મેડિકલ બોર્ડનો અભિપ્રાય જરૂરી છે. 24 અઠવાડિયા પછી ફક્ત કોર્ટ જ ગર્ભપાત માટે પરવાનગી આપી શકે છે. આખરે, સુપ્રીમ કોર્ટે અપીલને મંજૂરી આપી 30 અઠવાડિયા સુધી ગર્ભાવસ્થાના મેડિકલ ટર્મિનેશનને મંજૂરી આપી. અરજદારને આ બાબતે લેખિત સંમતિ આપવાનો નિર્દેશ આપ્યો.

ટોપિક્સ:Supreme Courtabortiongstv news