મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે થયેલી બળાત્કારની ઘટના હૃદયદ્રાવક હતી

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે થયેલી બળાત્કારની ઘટના હૃદયદ્રાવક હતી. આ ઘટના અંગે ડોક્ટરોએ ખૂબ વિરોધ કર્યો હતો. આ ઘટનાને એક વર્ષ પણ થયું નથી ત્યાં ફરી એકવાર કોલકાતાની એક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થિની સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની એક લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર થયો છે. ટાઉન પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તે જ સંસ્થાના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે.

પશ્ચિમ બંગાળમાં વધુ એક વખત દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર ગેંગરેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદ બાદ કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે વર્તમાન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આરોપીની ઓળખ થઈ ગઈ 

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોનોજીત મિશ્રા (31 વર્ષ), જે કોલેજના ભૂતપૂર્વ યુનિટ પ્રમુખ હતો. ઝૈબ અહેમદ (19 વર્ષ) અને પ્રમિત મુખર્જી ઉર્ફે પ્રમિત મુખોપાધ્યાય (20 વર્ષ) તરીકે થઈ છે. મિશ્રા અને અહેમદની 26 જૂનના રોજ સાંજે તાલબાગન ક્રોસિંગ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રમિતને 27 જૂનના રોજ રાત્રે 12:30 વાગ્યે તેના ઘરેથી પકડવામાં આવ્યો હતો. ત્રણેયના મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
 
https://twitter.com/ANI/status/1938525714615275571

આ ઘટના કોલેજ કેમ્પસની અંદર બની હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત ગેંગરેપની ઘટના કોલેજ બિલ્ડિંગની અંદર બની હતી. પીડિતાની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી છે અને ઘણા સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ગુનાના સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક તપાસની રાહ જોવાઈ રહી છે.

પોલીસે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને ગુરુવારે અલીપોર કોર્ટમાં રજૂ કરી 14 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે તેમને આગામી મંગળવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

મમતા સરકાર પર વિપક્ષનો તીખો હુમલો

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આ ઘટના અંગે મમતા સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "રથયાત્રા માટે આખી કોલકાતા પોલીસને દિઘા મોકલવામાં આવી છે. મુખ્યમંત્રીને હવે તેમના પદ પર રહેવાનો અધિકાર નથી. અમે આ મુદ્દો ઉઠાવીશું."

'ટીએમસી સાથે સંકળાયેલ એક વ્યક્તિ પણ સામેલ'- અમિત માલવિયા 

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને "ભયાનક" બતાવતા કહ્યું કે, આ ઘટનામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બે કોલેજ સ્ટાફ મેમ્બર પણ સામેલ હતા. તેમણે દાવો કર્યો કે, આ ઘટનામાં તૃણમૂલ કોંગ્રેસના સભ્યની પણ ભૂમિકા હોઈ શકે છે. પશ્ચિમ બંગાળને મહિલાઓ માટે "દુઃસ્વપ્ન" બનાવી દીધું છે. 

મેયર ફિરહાદ હકીમે શું કહ્યું

કોલકાતાના મેયર ફિરહાદ હકીમે આ ઘટનાને "અત્યંત ગંભીર" ગણાવતા કહ્યું કે તેમની પાસે આ બાબત વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી નથી, પરંતુ પોલીસ તરફથી રિપોર્ટ મળ્યા પછી આ બાબતે નિવેદન આપશે. 

આ સમાચાર શેર કરો