મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'SIR થકી મતદાતાઓનું નામ હટાવવાનું તાત્કાલિક બંધ કરાવો, મમતા બેનર્જીએ સુપ્રીમમાં કરી દલીલ

મમતા બેનર્જીએ મંગળવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં એક વચગાળાની અરજી દાખલ કરી હતી. જ

'SIR થકી મતદાતાઓનું નામ હટાવવાનું તાત્કાલિક બંધ કરાવો, મમતા બેનર્જીએ સુપ્રીમમાં કરી દલીલ

મમતા બેનર્જીએ મંગળવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં એક વચગાળાની અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ પાસેથી મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવા પર રોક લગાવવા તાત્કાલિક નિર્દેશ આપવાની માંગ કરી હતી. બેનર્જીએ જણાવ્યું હતું કે વિસંગતતાઓ અથવા સ્પેલિંગ મિસ્ટેકના કારણે વિસંગતતા શ્રેણીમાં આશરે 70 લાખ નામ મૂકી દેવાયા છે, જેની અંતિમ યાદી 14 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની છે.

મમતા બેનર્જી CJI ની બેન્ચ સામે ઉભી

સુપ્રીમ કોર્ટમાં SIR કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, વકીલો સાથે, CJI સૂર્યકાંતની બેન્ચ સામે ઉભા  થયા અને પોતાની વાત રજૂ કરવા જણાવ્યું હતું.  

SIR કેસની સુનાવણી શરૂ થઈ, મમતા કોર્ટમાં હાજર રહી.

SIR કેસની સુનાવણી શરૂ થતાં, કોર્ટમાં નવા કેસોનો ઉલ્લેખ ચાલુ રહ્યો. આ દરમિયાન, મમતા પાછળની સીટ પર બેઠેલી જોવા મળી, પરંતુ બાદમાં આગળની સીટ પર ખસેડાઈ. બીજા અરજદાર જોય ગોસ્વામી વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને દલીલ કરી હતી. કોર્ટ અગાઉની સુનાવણીનો અભ્યાસ કરી રહી હતી. સુનાવણી દરમિયાન, દિવાને જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ સમક્ષ હજુ પણ  63 લાખ લોકોના કેસ પેન્ડિગ છે. જોકે સુનાવણીની સરેરાશ આશરે 180,000 કેસ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે 8,300 માઇક્રો-ઓબ્ઝર્વર્સની નિમણૂક કોઈપણ કાનૂની આધાર વિના કરવામાં આવી છે.

SIR સુનાવણી દરમિયાન નામના સ્પેલિંગ પર ઉઠાવ્યા સવાલ 

SIR કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને દલીલ કરી હતી કે, નોટિસ મેળવનારાઓને કારણોની જાણ કરવી જોઈએ અને નામની મેળ ખાતો ન હોવાના આધારે જારી કરાયેલી નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ. CJI એ આને અવ્યવહારુ ગણાવ્યું અને અલગ અલગ સ્પેલિંગવાળા સરનેમના ઉદાહરણ આપ્યા. દિવાને જણાવ્યું હતું કે લગભગ 70 લાખ લોકોને આવી નોટિસ મળી છે, જ્યારે ન્યાયાધીશ બાગચીએ નોંધ્યું હતું કે, બંગાળમાં ઉચ્ચારણને કારણે નામોના સ્પેલિંગ અલગ હોઈ શકે છે.

SIR કેસની સુનાવણી દરમિયાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તે બંગાળની છે અને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. ત્રણ ન્યાયાધીશો પ્રત્યે આદર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, આ તેમની લડાઈ નથી પરંતુ સામાન્ય લોકોની લડાઈ છે. અને તેમણે આ મુદ્દે ચૂંટણી પંચને અનેક પત્રો લખ્યા છે. મમતાએ બોલવા માટે સમય માંગતા CJIએ તેમને 15 મિનિટનો સમય આપ્યો.

આ સમાચાર શેર કરો