સ્ટોક માર્કેટ ક્રેશ: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો
ગઈકાલે રાત્રે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ

ગઈકાલે રાત્રે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. કારણ કે યુએસ ફેડરલ બેંકે મોડી રાત્રે રેટ કટની જાહેરાત કરી હતી. ફેડરલ બેંકે દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે અને વધુ બે કટનો અંદાજ લગાવ્યો છે, જેના કારણે બજારનો મૂડ બગડી ગયો છે અને યુએસ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ગુરુવારે ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી
ગુરુવારે ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. જોકે, થોડા સમય બાદ સ્થિતિ થોડી શાંત થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
સેન્સેક્સ હાલમાં 917 પોઈન્ટ ઘટીને 79,238.08 પર ટ્રેડ
સેન્સેક્સ હાલમાં 917 પોઈન્ટ ઘટીને 79,238.08 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી50 283 પોઈન્ટ ઘટીને 23,914.95 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 744 પોઈન્ટ્સ તૂટ્યો છે.






