'શું પિસ્તોલ લઈને ગયા હતા, તમાશો બનાવી રાખ્યો છે?' તુર્કમાન ગેટ બબાલ મુદ્દે નદવીના સમર્થનમાં આવ્યું સપા
દિલ્હી સ્થિત તુર્કમાન ગેટ પાસે ફૈજ-એ - ઈલાહી મસ્જિદની આસપાસનું દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું

દિલ્હી સ્થિત તુર્કમાન ગેટ પાસે ફૈજ-એ - ઈલાહી મસ્જિદની આસપાસનું દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું છે. એસટી હસને મોહિબુલ્લાહ નદવી પર પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદની આસપાસ અતિક્રમણ દૂર કરવાની થયેલી કાર્યવાહી દરમિયાન સપા સાંસદ મોહિબુલ્લાહ નદવી પણ પહોંચ્યા હતા. રામપુરના સાંસદ લગભગ રાત્રે 1:30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી
પૂર્વ સાંસદ ડૉ.એસ.ટી.હસન ખુલ્લેઆમ સપા સાંસદ મોહિબુલ્લાહ નદવીના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે રાત્રિના અંધારામાં બુલડોઝર ચલાવનારા એમસીડી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડૉ. એસ.ટી. હસને ગૃહમંત્રી અમિત શાહ પાસે આવા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે બુલડોઝર કાર્યવાહી યોગ્ય નથી
સપા નેતાએ કહ્યું કે, દેશભરમાં ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અતિક્રમણ થઈ રહ્યું હતું ત્યારે અધિકારીઓ ક્યાં હતા? અતિક્રમણ થવા દેનારા અધિકારીઓ સામે પહેલા કાર્યવાહી થવી જોઈએ. સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે બુલડોઝર કાર્યવાહી કરવી યોગ્ય નથી. ઘણા ધર્મસ્થાનો સાફ કરી દેવામાં આવ્યા છે, અને મસ્જિદો પર પણ તેમની નજર છે.
શું તે પિસ્તોલ લઈને ગયા હતા?
હસને કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન રાતના અંધારામાં બુલડોઝરથી કાર્યવાહી કરવાની ટેવ પડી ગઈ છે. MCDને રાતના બે વાગ્યે ત્યાં જવાની જરૂર કેમ પડી? લોકો કેમ ઉશ્કેરાયા? એના માટે અધિકારીઓ જવાબદાર છે. આ દેશ દેશવાસીઓનો છે, પ્રશાસનનો નહીં. જો નદવી ત્યાં ગયા તો તે તેમનો પ્રોટોકોલ છે કે, તેઓ સાંસદ તરીકે ગમે ત્યાં જઈ શકે છે. જો તેઓ ત્યાં ઉભા રહી ગયા તો શું સંદિગ્ધ થઈ ગયા? શું તમાશો બનાવી રાખ્યો છે?
સપા નેતાએ કહ્યું કે, જો અતિક્રમણ થયું હોય તો પહેલા લોકોને વિશ્વાસમાં લો. પહેલા તમે એ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો કે, આખરે આવું થયું કેમ? આ અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ. હસને કહ્યું કે, નદવીને ત્યાં જવું જોઈતું હતું. શું તેમના હાથમાં પથ્થર હતો. પિસ્તોલ હતી? પરંતુ તમે તેનો તમાશો બનાવી દીધો, કારણ કે એક સપા સાંસદ ત્યાં ગયા.








