JPSC પરીક્ષા રદ કરવા સોરેન સરકાર તૈયાર, પણ CBI તપાસ સામે વાંધો

ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ગડબડીઓને લઈને વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાવાનું નામ નથી લઈ રહી. સરકાર અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે પાંચ કલાક સુધી ચાલેલી ત્રીજા તબક્કાની બેઠક પણ સંપૂર્ણ નિષ્ફળ રહી નથી. સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારી લીધી છે, પરંતુ મુખ્ય માંગણીઓ પર સહમતી બની શકી નથી.
સરકારે કઈ માંગણીઓ સ્વીકારી?
14મી JPSC PT (રેગ્યૂલર અને બેકલોગ) પરીક્ષા રદ કરવામાં આવશે.
ACF પરીક્ષા રદ થશે.
FRO પરીક્ષાની તપાસ થશે અને ગડબડી જણાશે તો રદ કરાશે.
TDPL એજન્સી દ્વારા લેવાયેલી તમામ ભરતી પરીક્ષાઓની તપાસ થશે અને ગડબડી જણાશે તો પરીક્ષા રદ થશે.
JSSC CGL પરીક્ષાની ફરીથી તપાસ કરવામાં આવશે અને ગડબડી જણાશે તો કાર્યવાહી થશે.
JSSCમાં સુધારા (Reforms) માટે સરકાર તૈયાર છે.
CBI તપાસ: CBI તપાસ પર સહમતી બની નથી, પરંતુ CID તપાસમાં નાણાકીય ગડબડ સામે આવશે તો ED તપાસ માટે સરકાર તૈયાર છે.
વિદ્યાર્થીઓનો રોષ અને આવતીકાલે 'મહાસંગ્રામ'
સરકાર દ્વારા માત્ર અમુક પરીક્ષાઓ રદ કરવા અને અન્ય માંગો પર તપાસના આશ્વાસનથી વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે. જેથી વિદ્યાર્થીઓએ સોમવારે સવારે 10 વાગ્યે જૂની વિધાનસભાથી નવી વિધાનસભા સુધી રેલી કાઢવાની જાહેરાત કરી છે.
બીજી તરફ, મુખ્યમંત્રી હેમંત સોરેને નિવેદન આપતા જણાવ્યું છે કે, યુવાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેમણે ભરોસો આપ્યો હતો કે, દરેક સમસ્યાનો ઉકેલ મંત્રણાથી શક્ય છે, અને ગડબડી કરનારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

